Gujarat Police Spical Drive And Road Safety Drive Helmet At Corona virus Mask
  • Home
  • Ahmedabad
  • હવે હેલ્મેટ પહેર્યા વગર ફરતા વીરો અને હીરો સાવધાન, આજથી સ્પેશિયલ ડ્રાઈવના આદેશ છૂટ્યા

હવે હેલ્મેટ પહેર્યા વગર ફરતા વીરો અને હીરો સાવધાન, આજથી સ્પેશિયલ ડ્રાઈવના આદેશ છૂટ્યા

 | 9:29 am IST

રાજ્યમાં દરરોજ હજારો અકસ્માતોમાં નિર્દોષ લોકો જીવ ગુમાવતા હોય છે, ત્યારે રાજ્ય સરકાર આજથી એક્શનમાં આવી ગઈ છે. રાજ્ય સરકારે 9 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઈવના આદેશ આપવામાં આવ્યા છે. એટલે જો આજથી કોરોનાકાળમાં મોઢા પર માસ્ક અને માથા પર હેલ્મેટ ફરજિયાત પહેરવું છે. જો આજથી હેલ્મેટ પહેર્યા વગર બહાર નિકળ્યા તો તમારું ખિસ્સું હળવું થઈ શકે છે. ગુજરાત પોલીસ આજથી મેગા ડ્રાઈવ કરવા જઈ રહી છે.

ગુજરાત પોલીસ આજથી મેગા ડ્રાઈવ કરવા જઈ રહી છે. જેના કારણે સ્ટેટ ટ્રાફિક બ્રિગેડમાંથી પોલીસ અધિકારીઓને પત્ર મોકલવામાં આવ્યા છે. તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખીને વિશેષ ડ્રાઈવ કરવા આદેશ અપાયા છે. રોજની કામગીરીનો અહેવાલ મેઈલથી મોકલવા આદેશ પણ જાહેર કરવામાં આવ્યા છે.

રાજ્ય પોલીસ આજથી એક્શનમાં આવી છે અને ટ્રાફિકના નિયમનની સુયોગ્ય અમલાવરી કરાવવા અને તમામ નિયમોનું પાલન થાય તે અંતર્ગત મેગા ડ્રાઈવ યોજવા જઈ રહી છે. જેમાં તા 09-09-2020થી તા 20-9-2020 સુધી એક્શનમાં છે. અને હેલ્મેટ ભંગના કેસો અંગેની ડ્રાઈવ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ મામલે સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધુ છે. જેમાં સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફટી દ્વારા રોડ સેફ્ટી અંગેની કામગીરીની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં હેલ્મેટ નહી પહેરવાના કારણે અકસ્માતોમાં મૃત્યુદર તેમજ ગંભીર ઈજાના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઘણા બહાદુરો હેલ્મેટ પહેર્યા વગર નિકળી પડે છે, ત્યારે આ બહાદુરોને ઝડપીને આકરો દંડ ફટકારવાની તૈયારી છે. માટે હવે હેલ્મેટ પહેર્યા વગર ફરતા વીરો અને હીરો સાવધાન થવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસની વિશેષ ડ્રાઇવ અંતર્ગત ટ્રાફિકના નિયમોનું પ્રજા પાલ કરે તે મહત્વનું છે.

જુઓ આ પણ વીડિયો: PM મોદી કરશે સ્ટ્રીટ વેન્ડર સાથે સંવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન