બેકાબૂ કોરોના વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ધો.1-9ની શાળાઓ રહેશે બંધ – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • બેકાબૂ કોરોના વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ધો.1-9ની શાળાઓ રહેશે બંધ

બેકાબૂ કોરોના વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ધો.1-9ની શાળાઓ રહેશે બંધ

 | 8:49 pm IST
  • Share

રાજ્યમાં કોરોના કાબૂ બહાર જતો રહ્યો છે. અને કોરોનાની બીજી લહેરમાં 2600થી ઉપર દૈનિક કેસો જતાં રહ્યા છે. તેવામાં વધી રહેલાં સંક્રમણને લઈ સીએમ વિજય રૂપાણીની (CM Vijay Rupani ) સરકારે સ્કૂલોને લઈને એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ધોરણ 1થી 9 સુધીની શાળાઓ (Gujarat Schools) બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યા છે. 5 એપ્રિલથી અનિશ્ચિત મુદત સુધી રાજ્યમાં શાળાઓ બંધ રહેશે. 

કોર કમિટીના આ નિર્ણય પ્રમાણે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી9ની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં સોમવાર 5મી એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે.

રાજ્યમાં કોરોનાના હાહાકાર વચ્ચે સરકારે 8 મહાનગરોમાં 18મી માર્ચથી જ સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર,જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં 19 માર્ચ-2021થી 10 એપ્રિલ સુધી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરાશે. આ પહેલાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસને મંજૂરી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન