Gujarat Surat GIDC Fire Major Call
  • Home
  • Gujarat
  • સુરતની રાણી સતી મિલમાં આગઃ મેજર કોલ કરાયો જાહેર

સુરતની રાણી સતી મિલમાં આગઃ મેજર કોલ કરાયો જાહેર

 | 10:52 am IST
  • Share

  • સુરતના પાંડેસરામાં GIDCમાં મિલમાં આગ

  • સુરતની રાણી સતી મિલમાં આગ

  • ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટના સ્થળે

સુરતમાં આજે સવારે પાંડેસરા વિસ્તારમાં GIDCમાં મિલમાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. મળતી માહિતિ અનુસાર ઘટના સ્થળે ફાયરબ્રિગેડની 15 ગાડીઓનો કાફલો પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડે આગને મેજર કોલ જાહેર કર્યો હતો.

રાણી સતી મિલમાં આગ લાગી

સુરતના પાંડેસરા વિસ્તારની રાણી સતી મિલમાં આગ લાગી હતી. જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. મિલમાં કાપડ અને કેમિકલનો જથ્થો સામે હોવાનું પણ સામે આવ્યું છે.

આગના કારણને લઈને તપાસ થઈ શરૂ

આગને લઈને એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. બોઈલરમાં આગ લાગવાના કારણએ ઘટના બની હોવાનું કારણ સામે આવ્યું છે. ઘટનાના ધુમાડા દોઢ કિલોમીટર સુધી જોવા મળ્યા હતા.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો