Gujarat Vadodara Gangrape case
  • Home
  • Gujarat
  • વડોદરા ગેંગરેપ કેસઃ યુવતીના મોત પહેલાના એ અડધા કલાકમાં શું બન્યું?

વડોદરા ગેંગરેપ કેસઃ યુવતીના મોત પહેલાના એ અડધા કલાકમાં શું બન્યું?

 | 10:34 am IST
  • Share

  • યુવતીના જીવન-મૃત્યુ વચ્ચે અડધો કલાકનું ઘૂંટાતું રહસ્ય

  • વલસાડ સુધી ટ્રેનમાં જીવિત પહોંચી હતી યુવતી

  • મૃત્યુ પહેલા યુવતીને ટ્રેનમાં જોનાર વ્યક્તિનો ખુલાસો

 

 

વલસાડ ટ્રેનમાં લટકતી હાલતમાં મળેલી યુવતીનો મોતનો મામલો વધુ વિસ્તરી રહ્યો છે. યુવતીના મોત અંગે ઘૂંટાતું રહસ્ય હજી અકબંધ
હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતી વલસાડ સ્ટેશન સુધી જીવિત આવી હતી તેવી પણ માહિતિ સામે આવી છે.

યુવતીએ અપહરણ થયા હોવાનો કર્યો હતો મેસેજ

યુવતીએ ટ્રેનમાંથી મેસેજ કર્યા હતા કે તેણીનું અપહરણ થયું છે અને સાથે તેને મારી નાખવામાં આવશે. ત્યાર બાદ યુવતી વલસાડ ક્વિન ટ્રેનમાં વલસાડ સુધી જીવતી આવી હતી. વલસાડ સ્ટેશનમાં દોઢ વાગ્યા સુધી યુવતી ટ્રેનમાં જીવિત હોવાનું જાણવા મળ્યું છે. આ ખુલાસો યુવતીને જોનાર યુવકે કર્યો છે. આ સાથે જ ટ્રેનમાં સાફ સફાઈ કરનાર યુવકે તેને અવાજ આપી ટ્રેન માંથી ઉતરવા પણ જણાવ્યું હતું.

 

વલસાડ સ્ટેશન લાસ્ટ સ્ટોપ છે તેવું પણ જણાવ્યું હતું યુવકે

જોકે યુવતી ટ્રેનમાં ખુલ્લા વાળ રાખી રડતી રડતી રડતી સીટ પર બેસી હતી. બાદમાં યુવક ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં અડધો કલાક બાદ યુવતી લટકતી હાલતમાં જોવા મળી હતી. તો યુવતીનું જીવન અને મોતનો સમય માત્ર અડધો કલાકનો રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

એ અડધા કલાકમાં શું બન્યું?

ટ્રેનના ડબ્બામાં એ રહસ્ય અકબંધ છે. યુવતીને મારીને લટકાવી કે યુવતીએ આપઘાત કર્યો એ સવાલો ઊઠી રહ્યા છે. પોલીસ હજી પણ તપાસમાં હવાતિયાં જ મારે છે. જો હત્યા થઈ તો વલસાડમાં જ થઈ હશે. જો તેને મારવાના હતા કોઇ ઈસમો તો એ વલસાડ સુધી આવ્યા જ હશે. તેણીના મેસેજથી આ તમામ સવાલો તપાસમાં ઉભા થઇ રહ્યા છે. મહત્ત્વનું છે કે આ યુવતી જીવિત હતી ત્યાં સુધી કોઈ પોલીસનું પેટ્રોલિંગ ટ્રેનમાં કે સ્ટેશન પર ન હતું.

આવી હતી સમગ્ર ઘટના

 

 

યુવતીનો પીછો કરનાર શકમંદ અંગે પોલીસનું મૌન

વડોદરામાં યુવતી પર દુષ્કર્મ અને આપઘાતના કેસમાં યુવતીનો પીછો કરનાર શકમંદ અંગે પોલીસનું મૌન છે. જેમાં શકમંદ અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. તથા યુવતી સુરત રેલવે સ્ટેશન પર દેખાઈ હતી. ત્યારે પીડિતા સુરતથી ગુજરાત ક્વિનમાં બેઠી હતી. તેમજ પીડિતાની પાછળ પાછળ દેખાતો શકમંદ કોણ?

શકમંદ હાલ ક્યાં છે તે લોકમુખે ચર્ચાઇ રહ્યું છે

ઉલ્લેખનિય છે કે સૌપ્રથમ સંદેશ ન્યૂઝએ આ શકમંદ ના સવાલ 14મીના રોજ કર્યા હતા. તથા GRP પોલીસે આજ દિન સુધી આ મામલે કોઇ ખુલાસો આપ્યો નથી. તેમજ SIT ની ટીમે પણ આ મામલે કોઇ સ્પષ્ટતા કરી નથી. તથા શકમંદ સામે IPC સેક્શન 354 મુજબ ફરિયાદ કેમ નોંધાઇ નથી. તે જોતા લાગે છે કે સુરત રેલવે પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં હજી પણ આ શકમંદ મામલે ફરિયાદ નોંધાઇ નથી. તથા કોણ છે આ ઈસમ જે પીડિતાની પાછળ પાછળ જતો નજરે આવે છે. SITની ટીમ શું આ મામલે તપાસ કરશે. તથા સુરતમાં રહેતો શકમંદ હાલ ક્યાં છે તે લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

ગેંગરેપ કેસમાં રેલવે LCBને મોટી સફળતા મળી

વડોદરા યુવતી પર ગેંગરેપ કેસમાં રેલવે LCBને મોટી સફળતા મળી છે. જેમાં પીડિતાની સાયકલ પૈડા કાઢેલી હાલતમાં સિક્યોરિટી ગાર્ડ પાસેથી મળી આવી છે. હાલ પોલીસે સિક્યોરિટી ગાર્ડ મહેશ રાઠવાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. શહેરના પુનિતનગર નજીકના પ્રાઈવેટ ક્વાટર્સમાંથી પીડિતાની સાયકલ મળી આવી છે. સિક્યોરિટી ગાર્ડ મહેશ રાઠવાએ 10 વર્ષથી બંધ મકાનની ઝાડીઓમાં આ સાયકલ સંતાડી રાખી હતી. જ્યારે સાયકલના બન્ને ટાયરો પણ કાઢી નાંખવામાં આવ્યા છે.

ઓએસિસ સંસ્થા વિરુદ્ધ તપાસના આદેશ

મૂળ નવસારીની યુવતી પર વડોદરામાં સામુહિક દુષ્કર્મ બાદ વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનના કોચમાંથી યુવતીની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા મૃતદેહ કેસના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. આ કેસની તપાસ જેમ-જેમ આગળ વધતી જાય છે, તેમ-તેમ અનેક ખુલાસા થઈ રહ્યાં છે. એવામાં પોલીસે હવે પહેલાથી શંકાના દાયરામાં રહેલી ઓએસિસ સંસ્થા સામે તપાસના આદેશ આપ્યાં છે. ઓએસિસ એ જ સંસ્થા છે, જેમાં યુવતી કામ કરતી હતી. ઓએસિસ સંસ્થા આ કેસમાં પહેલાથી જ શંકાના ઘેરામાં છે. નાગરિકો અને મીડિયા દ્વારા ઓએસિસ સંસ્થાનો ભૂતકાળ રજૂ કરવામાં આવતા પોલીસ કમિશનરે એસીપી ક્રાઈમને સમગ્ર કેસની તપાસ સોંપી છે. આ સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ્દ કરવું કે કેમ? તે અંગે તપાસ બાદ યોગ્ય નિર્ણય લેવાશે. અત્યાર સુધીની તપાસમાં ટેક્નિકલ સર્વેલન્સમાં 250 CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો