• સાયબર ગઠિયાઓ એક્ટિવ થયા

  • IPS અધિકારીઓના નકલી એકાઉન્ટ બનાવાયા
  • ડોક્ટરોને પણ નથી બક્ષતા સાયબર ગઠિયાઓ

અમદાવાદ મનપાના એક ઉચ્ચાધિકારી એવા ડેપ્યુટી મ્યુ. કમિશનર સીએમ ત્રિવેદીનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાનું સામે આવ્યું છે. સાયબર ગઠિયાએ લોકો પાસેથી આ એકાઉન્ટ પરથી પૈસાની માગણી કરી હોવાનું પણ નોંધાવા પામ્યું છે.

ગુજરાતમાં હાલના દિવસોમાં સાયબર ક્રાઈમ અને ફ્રોડની ઘટનાઓમાં ઘણો જ તીવ્ર વધારો થયો છે. ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં આ ઘટનાઓ વધુ બની રહી છે. સામાન્ય લોકો તો ઠીક પરંતુ મોટા મોટા IAS અધિકારીઓ પણ હવે આ સાયબર ગઠિયાઓથી બચી શકતા નથી. આવી જ એક ઘટનામાં અમદાવાદ મનપાના ડેપ્યુટી મ્યુ. કમિશનર સીએમ ત્રિવેદીનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાનું સામે આવ્યું છે. ગઠિયાએ તેમનું એકાઉન્ટ હેક કરીને લોકો પાસેથી પૈસાની માગણી કરી હોવાનું સામે આવ્યું છે.

[[$googlead]]

આ મામલે સાયબર ક્રાઈમ વિભાગમાં ડેપ્યુટી મ્યુ. કમિશનર અધિકારી સીએમ ત્રિવેદીએ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. હાલ આ મામલે પોલીસે પણ કેસ નોંધી આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે. જો કે આ પહેલીવાર નથી કે ગુજરાતના કોઈ IAS અધિકારી સાથે સાયબર ક્રાઈમની ઘટનાઓ બની હોય. થોડા સમય અગાઉ GPSSB ના ચેરમેન અને જાણીતા IPS અધિકારી હસમુખ પટેલ પણ આવી જ એક ઘટનાનો ભોગ બની ચૂક્યા છે. તેમના નામથી સાયબર ગઠિયાએ નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તેમણે X (પહેલા ટ્વિટર) પર માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ફેક FB એકાઉન્ટ બનાવનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમણે લખ્યું, મારું બનાવટી facebook એકાઉન્ટ શરૂ કરનાર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. મારા નામે બનાવટી એકાઉન્ટ શરૂ કરી કોઈપણ પ્રવૃત્તિ કરવાનું ધ્યાન પર આવે તો મને તરત જ જાણ કરવા વિનંતી.

[[$alsoread]]

કેવી રીતે કરે છે ફ્રોડ?

મહત્વનું છે કે આ અગાઉ પણ અમદાવાદના જાણીતા ડોક્ટરોના નામે નકલી એકાઉન્ટ બનાવવની ઘટનાઓ સામે આવી હતી. જેમાં તેમના ઓરિજિનલ એકાઉન્ટ પરથી વિગતો લઈ ફોટા વગેરે ચોરી એડિટ કરી નકલી પ્રોફાઈલ બનાવાય છે, તેમજ ગિફ્ટની લિંક મોકલવામાં આવે છે અથવા દર્દીઓની મદદ માટે ડોક્ટર જ પૈસાની માગણી કરી લોકોને મદદરૂપ થવા વિનંતી કરતા હોય એવા મેસેજ મોકલીને લોકોને ભોળવી પૈસાની ઉચાપત કરવામાં આવે છે.

ડોક્ટરોના નકલી એકાઉન્ટ

આ અંગે જાણીતા કેન્સર સર્જન ડો. ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, મારુ બે વખત ફેસબુક એકાઉન્ટ હેક કરી ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યા છે. સાથે મારા મિત્ર ડો. દિપક કે તેઓ પણ કેન્સર સર્જન છે. તેઓનું પણ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું અને પછી દર્દીઓ અને સગા સબંધી ઓ પાસેથી રુપિયાની માંગ કરી હતી.આ પ્રકારનું જ ફેક ફેસબુક એકાઉન્ટ થોડા સમય પહેલા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ મોન્ટુ પટેલ તેમજ GTUના પૂર્વ કુલપતિ પ્રો. નવીન શેઠનું પણ બનાવી દેવાયું હતું અને ના પ્રોફેસરોને તથા અન્ય લોકોને મેસેજ કરીને ગિફ્ટ કાર્ડની લિંક મોકલી હતી. જે ખોલતા છેતરપિંડી થઈ શકે. આ મામલે પ્રો. નવીન શેઠે પણ સાયબરક્રાઈમમાં જાણ કરી હતી.


  • Follow us on: