"પપ્પા મારા લગ્ન વખતે મારી જાન હેલિકોપ્ટરમાંજ જવી જોઈએ. વડોદરાના ડેસર તાલુકાના સાઢાસાલ ગામે રહેતા ખેડૂત, માજી સરપંચે પોતાના પુત્રનું સપનું પિતાએ પૂરું કર્યું છે. કહેવત છે ને કે મન હોય તો માંડવે જવાય પરંતુ અહીં તો મન અને મૂડી હોયતો હેલિકોપ્ટરમાં જવાય. ભેગું કરે તે ભાગ્યશાળી નથી, ભેગું કરેલું ભોગવે તે ભાગ્યશાળી કહેવાય ઉપરની ઉક્તિ પ્રમાણે પિતાએ પોતાના વ્હાલસોયા દીકરાના નાનપણનુ સપનું પૂરું કર્યું છે. ગ્રામીણ ક્ષેત્રોમાં પણ આજકાલ લગ્ન પ્રસંગોમાં એકબીજાની દેખાદેખી કરી આંધળો ખર્ચો કરવાનું પ્રમાણ વધ્યું છે.
ગ્રામીણ લોકો પણ હવે શહેરીજનનો પછાડવાની હોડમાં લગ્નમાં ધૂમ ખર્ચા કરી રહ્યા છે. હવે ગામમાં નીકળતા વરઘોડામાં પણ મોટા મોટા અવાજે ડીજેના તાલે જાન નીકળે છે તો પછી જમણવારમાં થાળીમાં ન સમાય તેટલા વ્યંજનો પીરસાઇ રહ્યા છે. ડેસર તાલુકામાં પહેલી વખત કોઈ વરરાજા આ રીતે જાન લઈને નીકળ્યો હશે. સાઢાસાલ ગામના સરપંચે પોતાના પુત્રની ઇચ્છા પૂરી કરવા ગામ લોકોને પણ કામે લગાડ્યા અને ગામમાં હેલીકોપ્ટર ઉતારવા હેલીપેડ પણ બનાવ્યું.
સાઢાસાલ ગામના સરપંચ
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સાઢાસાલ ગામે રહેતા ખેડૂત, માજી સરપંચ ખોડસિંહ સામતસિંહ ગોહિલ ને સંતાનોમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે ધર્મિષ્ઠા, કાજલ, અંજલિ અને નાનો દીકરો કેતન કુમાર, દીકરી ધર્મિષ્ઠા ના લગ્ન ૨૦૧૭માં કરાયા હતા જ્યારે અંજલી અને કાજલના લગ્ન2020માં ધામધૂમથી કરાયા હતા. તેમાં બેન્ડવાજા ફેમસ ટીમલી નૃત્ય સાથે બગીઓમાં તેઓના વરઘોડા કાઢવામાં આવ્યા હતા. .જ્યારે આજે તા ૪ફેબ્રુઆરી 2025 ના રોજ પોતાનો એકનો એક વહાલ સોયા દીકરા કેતન કુમાર જેણે બીએસસી સુધી અભ્યાસ કર્યો છે તેનું લગ્ન નજીકના ગામ ગણેશપુરાના પ્રકાશસિંહ કાંતિસિંહ પરમારની બી કોમ થયેલી દીકરી મીનાક્ષી સાથે લેવાયા હતા.
પુત્રનું સપનું પુરું કર્યું, કાઢી હેલિકોપ્ટરમાં લગ્ની જાન
ખોડસિંહ ગોહિલના દીકરાનું નાનપણથી જ સપનું હતું કે તે જ્યારે લગ્ન કરે તે ગાડીમાં નહી પરંતુ હેલિકોપ્ટરમાં બેસ તેની દુલ્હનને લેવા જાય. પોતાના પુત્ર કેતનનું સપનું આજે પિતાએ પૂરું કર્યું અને ગણેશપુરા ખાતે તેની જાન હેલિકોપ્ટર મારફતે લઈ જવાઇ હતી. સાઢાસાલ ખાતેના હેલીપેડ ઉપરથી જ્યારે વરરાજાને લઈ હેલિકોપ્ટરે ઉડાન ભરી ત્યારે આજુબાજુ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપરાંત લગ્ન મહાલવા આવેલા મહેમાનો ટોળે વળ્યા હતા. નજીકમાં જ આવેલા ગણેશપુરા ખાતે અગાઉથી જ હેલીપેડ ઉપર હેલિકોપ્ટરમાંથી ઉતરતા વરરાજા ને જોવા લોક ટોળા ઉમટ્યા હતા. જ્યારે અન્ય જાનૈયાઓને કેતન કુમારની જાનમાં લઈ જવા માટે બે લક્ઝરી બસો, 10 મારુતિ ઇકકો, અને 50 કારો, ભાડેથી મંગાવી હતી પરિવારની મનની ઈચ્છા પૂર્ણ થતા સાઢાસાલ અને ગણેશપુરાના ગ્રામજનો સહિત પરિવાર માં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું જ્યારે માજી સરપંચ ની સાઢાસાલ વાસીઓ વાહવાહી કરતા જોવા મળ્યા હતા









