• PIએ પ્રેમસંબંધમાં દગો આપતા ડિપ્રેશનમાં પગલું ભર્યું હોવાનું સામે આવ્યું

  • ક્રાઇમબ્રાંચ કેમ્પસમાં મહિલા તબીબે ઈન્જેક્શન મારી આપઘાત કર્યો હતો
  • તપાસ દરમિયાનં પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી હતી

આઠ દિવસ પહેલાં ક્રાઇમબ્રાંચ કેમ્પસમાં ડૉ. વૈશાલી જોષીએ ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી હતી, જેમાં તેણે લખેલી સુસાઇડ નોટમાં આત્મહત્યા માટે પીઆઇ બી.કે. ખાચરને જવાબદાર ગણાવવામાં આવ્યા હતા અને તેમના સંબંધોની બાબતોની નોંધ ડાયરીમાં મળી આવી હતી. જે ગાયકવાડ હવેલી પોલીસે મૃતકના બહેનની ફરિયાદને આધારે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગત 7મી માર્ચના રોજ સાંજના સમયે અમદાવાદ ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં વૈશાલી જોષી નામની મહિલા તબીબે ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી. તપાસ દરમિયાનં પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેણે ઇકોનોમીક્સ ઓફેન્સ વિંગના પીઆઈ બી.કે. ખાચરને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા હતા. સાથેસાથે પોલીસને વૈશાલી જોષીની ડાયરી પણ મળી આવી હતી, જેમાં તેણે પીઆઇ ખાચર સાથેના સંબંધનો ઉલ્લેખ કર્યો હતો. જે અંગે પોલીસે મૃતકના પરિવારજનોના, પીજીમાં સાથે રહેતી યુવતીઓના અને હોસ્પિટલના સ્ટાફના નિવેદનો નોંધ્યા હતા. બીજી તરફ્ પરિવારજનોને પોલીસે ફ્રિયાદ નોંધાવવા માટે કહ્યું હતું. જોકે મૃતકની અંતિમ વિધી અને બેસણાંની વિધિ બાદ તેમણે ફરિયાદ માટે આવવાની ખાતરી આપી હતી. ત્યારે વૈશાલી પાસેથી જે બુક મળી હતી તેમાં ઉલ્લેખ કરાયો હતો કે, પીઆઇ ખાચરે પ્રેમ સંબંધ તોડી નાખતા મહિલા ડિપ્રેશનમાં જતી રહી હતી. ત્યારે ગુરૂવારે સાંજે મૃતકની બહેન કિંજલ રાવલે પીઆઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તે તેમજ તેનો પરિવાર પીઆઇ બી.કે. ખાચર અને વૈશાલી જોષીના સંબંધથી અજાણ હતો. હાલ પીઆઇ ખાચર ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.


  • Follow us on: