• આદિવાસી મહિલાઓએ માટે રોજગારની તક ઉભી થઇ
  • "મેઘમલ્હાર પર્વ" માં ફૂડ કોર્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું
  • નાગલી ઇડલી, શક્તિવર્ધક મુશળીના ભજીયાનું વેચાણ શરૂ

દુરંદેશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને કારણે આજે પ્રવાસન વિભાગને વેગ મળ્યો છે. સાથે હજારો પરિવારને રોજગારી પણ મળે છે, સાપુતારા ખાતે શરૂ થેયલ "મેઘમલ્હાર પર્વ" માં ફૂડ કોર્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જ્યાં પ્રવાસીઓ માટે નવો સ્વાદ જ્યારે આદિવાસી મહિલાઓએ માટે રોજગારની તક ઉભી થઇ છે.

વિદેશી પર્યટકો ગુજરાત આવતા થયા
રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલાં રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ જેતે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ અને સંસ્કૃતિને અનુરૂપ ઉત્સવની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. ગુજરાત પ્રવાસન વિભાગને વેગ મળે અને રાજ્ય તેમજ વિદેશી પર્યટકો ગુજરાત આવતા થાય એવા આશય સાથે શરૂ કરેલ અનેક મહોત્સવની સફળતા જોતા આજે કચ્છનું રણઉત્સવ હોય, અમદાવાદમાં પતંગ ઉત્સવ જેવા અનેક ઉત્સવો થકી ટુરિઝમ સાથે સ્થાનિક લોકોને રોજગારી પણ સારી મળી છે.

નાગલી ઇડલી, શક્તિવર્ધક મુશળીના ભજીયાનું વેચાણ શરૂ
રાજ્યમાં પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત ઉત્સવમાં સૌથી લાંબો ઉત્સવ એટલે ડાંગ જિલ્લામાં 30 દિવસ સુધી ચાલતો મોનસૂન ફેસ્ટિવલ. જેના કારણકે સ્થાનિક 1000 થી વધુ નાના મોટા વેપારીઓ અને હોટેલમાં કામ કરતા લોકોને સારો લાભ થાય છે. સાથે ગ્રામીણ વિસ્તારમાં ફરવા જતા પ્રવાસીઓને કારણે ગામડામાં પણ લોકોને સારી રોજગારી મળી રહે છે. આ વર્ષે મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલમાં ખાસ ડાંગી ફૂડ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સર્પગંગા તળાવ કિનારે વિવિધ પ્રકારના ફૂલો વચ્ચે ગાર્ડનમાં શુદ્ધ ઓક્સિજન સાથે ડાંગ જિલ્લાની પ્રખ્યાત નાગલી ધાન્યમાંથી બનાવેલ નાગલી લાઈવ ઢોકળા, નાગલી ઇડલી, નાગલી પાપડ, શક્તિવર્ધક મુશળીના ભજીયા, અડદની દાળ, તેમજ વિવિધ વાનગીઓનો સ્વાદ માણવા મળે છે.

  • Follow us on: