- દિયોદરના રૈયા ગામની ઘટના
- પ્રેમલગ્ન બાદ માતા-પિતાને ઓળખવાનો કર્યો ઇનકાર
- કાળજું કપાવી નાંખે તેવા દીકરીના બાપના હતા દ્રશ્ય
બનાસકાંઠા જિલ્લામાં શર્મસાર કરતી ઘટના સામે આવી છે. દિયોદરના રૈયા ગામની યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ માતા પિતાને ઓળખવાનો ઇનકાર કર્યો હતો. દીકરીએ પ્રેમમાં અંધ બની માતા-પિતાને ઓળખતી નથી તેવું કહીને જતી રહી. દિકરીના માં-બાપે હાથ જોડ્યા પગે લાગ્યા આજીજી કરવા છતા દીકરી પ્રેમી સાથે જતી રહી હતી. માતા પિતાએ પોતાની દીકરીના પગ પકડીને રડી પડ્યા છતા પ્રેમી સાથે ચાલતી થઇ હતી.
પ્રેમમાં અંધ દીકરી માતા-પિતાને બેઇજ્જત કરીને જતી રહી
દીકરી માતા-બાપની કાળજાનો કટકો હોય છે. તેની આબરૂ હોય છે. પણ જો દીકરી માતા-પિતાની ઈજ્જત ઉછાળીને છૂટી જાય તો લાચાર માતાપિતાની દયનિય હાલતને તરછોડીને પ્રેમમાં અંધ દીકરી માતા-પિતાને રડતા મુકીને જતી રહી છે આવી જ ઘટના બની છે દિયોદરના રૈયા ગામની જેમાં મા-બાપ કલ્પાંત કરતા રહ્યા, હાથ જોડી આજીજી કરતાં રહ્યા છતાં. પ્રેમમાં અંધ બનેલ દીકરી પ્રેમી સાથે મા-બાપને છોડીને જતી રહી છે. મળતી માહિતી મુજબ રૈયા ગામની યુવતીએ પ્રેમલગ્ન કરી પ્રેમી સાથે ફરાર થઈ હતી. પિતાની અરજીને આધારે યુવક-યુવતીને દિયોદર પોલીસ મથકે હાજર કર્યા હતા. આ સમયે દીકરીને મનાવતા માતાપિતાના હદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. પ્રેમ લગ્ન કરીને ભાગી ગયેલી દીકરીને મનાવતા માતાપિતાનો વીડિયો સામે આવ્યો છે માતા-પિતાએ દીકરીને મનાવા લોઇ-ઉકાળા કર્યા, હાથ જોડીને પગે લાગ્યા છતા પિતા ઉપર દયા પણ ન આવી. પ્રેમી સાથે જતી રહી હતી.
બાપના આ દ્રશ્ય કાળજું કપાવી નાંખે તેવા હતા
મળતી માહિતી મુજબ અગાઉ દીકરીની સામાજિક રીત રિવાજ મુજબ તેના સગા મોટા ભાઈના સાટામાં સગાઈ કરાઇ હતી. પણ દીકરીએ જ્યાં સગાઈ થઈ ત્યાં નહીં પણ બીજા નાના ભાઈના સાળા જોડે જ ભાગી પ્રેમ લગ્ન કરી લીધા હતા. દીકરીને મોટા ભાઈના સાટામાં સગાઈ થઈ હતી અને ત્યાં પરણાવવાની હતી. જોકે યુવતીના મોટાં ભાઈ પણ કેન્સર પીડિત છે, દીકરીએ માતા-પિતાની ગરીબાઇનો વિચાર કર્યા વીના નાના ભાઈના સાળા જોડે પ્રેમ લગ્ન કરી લીધા હતા. પરિણામે મોટા ભાઈ અને નાના ભાઈના ઘરસંસારમાં અસર પડે એમ છે. જ્યારે માં-બાપને તરછોડીને જતી રહેતી દીકરી જે મા-બાપને હાથ જોડીને આજીજી કરાવે છે, પગે લાગે છે છતા મા-બાપને ઓળખવાનો ઇન્કાર કરીને પ્રેમી સાથે જતી રહે છે. બાપના આ દ્રશ્ય કાળજું કપાવી નાંખે એવા હતા.









