રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાનું મોટું નિવેદન સામે આવ્યું છે. મનપા કમિશ્નરે કહ્યું કે ઝોન વાઈઝ ક્લાસ વન ટાઉન પ્લાનરની નિમણૂંક કરાશે. ટાઉન પ્લાનરની ભરતી થતાં વિભાગમાં અધ્ધરતાલ થયેલા કામોને વેગ મળશે. રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ ઘટનામાં ટાઉન પ્લાનરની ભૂમિકાને લઈને અનેક સવાલો ઉઠયા હતા. જેના બાદ તત્કાલીન ટાઉન પ્લાનર દુર્ઘટનામાં દોષિત હોવાની સંભાવનાને પગલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેના બાદ વોર્ડ નંબર 10,11 અને 12માં ખાલી પડેલ ટાઉન પ્લાનિંગ શાખાના કર્મચારીઓ અને અધિકારીઓને વધારાનો ચાર્જ આપતા વર્કલોડ વધ્યો હતો. પરંતુ હવે ટાઉન પ્લાનરની નિમણૂંક કરાતા કર્મચારીઓનો કામના બોજ ઘટશે તેમજ લાંબા સમયથી જે કામો અટવાયા હતા તે પુનઃશરૂ થશે.


TPO ઓફિસરની નિમણૂક થ

મ્યુનિસિપલ કમિશ્નરે વધુ માહિતી આપતા જણાવ્યું કે ટાઉન પ્લાનિંગ કામીગીરી ઝોન વાઈસ વંહેચવામાં આવી છે. શરૂઆતના સમયમાં આ અધિકારીઓને કામગીરીમાં મુશ્કેલી પડી હતી.આ કામગીરીમાં અનુભવી અધિકારીઓને મદદ મળી રહેશે.હવે ઝોન વાઈઝ ક્લાસ વન ટાઉન પ્લાનરની નિમણૂંક કરાશે. ઝોનલ લેવલ કલાસ વન ઓફિસરની ભરતી માટેની પરીક્ષા પણ લેવાઈ ગઈ છે અને તેના વાંધા સૂચનોના પીરીયડ પૂર્ણ થઈ ગયો છે. કલાસ વન ઝોનમાં TPO ઓફિસરની નિમણૂક થઈ રહી છે. ટીપીઓની ભરતી પ્રક્રિયા બહુ સુચારુ રીતે થઈ રહી છે અને આગામી મે જૂન સુધીમાં તેમની નિમણૂકની સંભાવના છે. ઝોનલ લેવલમાં કલાસ વનના સુપરવિઝનમાં તેઓ કામગીરી કરશે.

વિભાગના મંદ પડેલ કામગીરીને વેગ મળશે

વધુમાં મનપા કમિશ્નરે જણાવ્યું કે ઝોન વાઇઝ 3 નવા ટાઉન પ્લાનરની ભરતી બાદ વિભાગના મંદ પડેલ TP શાખાની કામગીરીને વેગ મળશે. હાલમાં ફાયર અને ટીપી વિભાગ સંકલન સાથે વધુ સારી કામગીરી કરશે. વિભાગમાં ટાઉન પ્લાનરના અભાવે પ્લાન પાસ, કંપ્લીશન સહીતના કામો અટક્યા હતા. પરંતુ હવે ઝોન વાઈઝ ટાઉન પ્લાનિંગ ઓફિસરની નિમણૂંક કરાતા વિસ્તારને વધુ લાભ થશે. નોંધનીય છે કે ટાઉન પ્લાનર ઓફિસર શહેરના આયોજન એટલે કે કોઈપણ બાંધકામ માટે તેમની મંજૂરી વધુ મહત્વની હોય છે. આ ઉપરાંત શહેરમાં બનતી નવી ઇમારતોમાં પાર્કિંગ જેવી જરૂરી સુવિધા છે કે તેની ચકાસણી કરવાનું કામ ટાઉન પ્લાનરનું હોય છે. ટાઉન પ્લાનર એટલે શહેરનું આયોજન કરવામાં નિષ્ણાત હોય તેવા આર્કિટેક્ટ કમ સિવિલ એન્જિનિયર કહી શકાય.રાજકોટમાં ઝોન વાઈસ ટાઉન પ્લાનરની ભરતી કરાતા મંદ પડેલ ઇમારતનો કામોને વેગ મળશે.

  • Follow us on: