• આંગડિયા પેઢીના કર્મચારીને આંતરીને લૂંટને અંજામ આપ્યો
  • વીપી આંગડિયા પેઢીના પાર્સલ લૂંટીને 4 શખ્સો ફરાર
  • મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી


ગુજરાતમાં ભલે ‘સબ સલામત’ના દાવા થઈ રહ્યા હોય, પરંતુ રાજ્યમાં અવારનવાર લૂંટ, હત્યા, અપહરણ અને દુષ્કર્મના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો મોરબી જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં એક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂ. 1.20 કરોડનું પાર્સલ લૂંટીને 4 શખ્સો ફરાર થઈ ગયા હોવાનો બનાવ બન્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીની વીપી આંગડિયા પેઢીનું રૂપિયા 1.20 કરોડનું પાર્સલ રાજકોટથી સોમનાથ ટ્રાવેલ્સની બસમાં આવ્યું હતું. જેને લેવા માટે મનિષ પટેલ નામનો કર્મચારી ગયો હતો. આ દરમિયાન શહેરના દલવાડી સર્કલ નજીક મનિષને સફેદ કલરની બ્રેઝા કારમાં આવેલા બુકાનીધારી લૂંટારુંઓએ આંતર્યો હતો. જે બાદ પાર્સલ લૂંટીને ફરાર થઈ ગયા હતા.

આ બાબતની જાણ થતાં પોલીસ પણ હરકતમાં આવી હતી. હાલ તો જિલ્લા પોલીસે આરોપીઓનું પગેરું મેળવવા માટે નાકાબંધી કરી છે.


  • Follow us on: