• જુગારધામના સંચાલકો સાથે સતત સંપર્કમાં રહેનાર ASIને સસ્પેન્ડ કરાયા
  • સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે
  • ASIને ઈન્ચાર્જ જીઁએ ગુરૂવારે સાંજે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો

સૌકામાં ગુડદીપાસાના જુગારધામ પર પોલીસે રેડ કરીને 38 શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં તુરંત લીંબડી PSI સહિત પોલીસ મથકના 9 કર્મીને સસ્પેન્ડ પણ કરાયા હતા. ત્યારે વધુ તપાસમાં હાલ સાયલા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASIને ઈન્ચાર્જ જીઁએ ગુરૂવારે સાંજે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

લીંબડીના સૌકા ગામે મેની શરૂઆતમાં એલસીબી ટીમે રેડ કરી હતી. જેમાં 38ને રોકડ, મોબાઈલ અને કાર સહિત કુલ રૂ. ૨8,77,000ની મત્તા સાથે ગુડદી પાસાનો જુગાર રમતા ઝડપાયા હતા. ત્યારે લીંબડી તાલુકામાંથી આવડુ મોટુ જુગારધામ ઝડપાતા એસપી હરેશ દુધાતે લીંબડી પીએસઆઈ એન.એચ.કુરેશી અને 8 કર્મી સહીત કુલ 9 ને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો હતો. ત્યારે સમગ્ર બનાવે જિલ્લામાં ચકચાર જગાવી હતી. અને આ બનાવમાં રેંજ આઈજી અશોકકુમાર યાદવે તપાસના આદેશો કર્યા હતા. ત્યારે ઈન્ચાર્જ એસપી એચ.પી.દોશીએ કરેલ બનાવની તપાસમાં સાયલા પોલીસ મથકમાં અને અગાઉ લીંબડી પોલીસ મથકમાં ફરજ બજાવી ચુકેલા ASI પુષ્પરાજ મુકેશભાઈ ધાંધલનું નામ સામે આવ્યુ હતુ. પોલીસને તપાસમાં જુગારધામના સંચાલકો તનવીરસીંહ અને નવદીપસીંહે થોડા સમય અગાઉ પોલીસ કર્મીઓને ગોવાની ટુર કરાવી હતી. જેમાં સંપુર્ણ ખર્ચ જુગારધામના સંચાલકોએ કર્યો હતો. અને તેઓ પોલીસ કર્મીઓ સાથે ગોવા પણ ગયા હતા. જેમાં પુષ્પરાજ ધાંધલ પણ ગોવા ટુરમાં ગયા હતા. આથી ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા એચ. પી. દોશીએ સાયલા પોલીસ મથકના એએસઆઈ પુષ્પરાજ ધાંધલને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય પોલીસ કર્મીઓ ઉપર પણ હજુ સસ્પેન્શનની તલવાર તોળાઈ રહી છે.