સુરતમાં વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. શહેરમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અમરોલીથી ઉતરાણ બ્રિજ તરફ આવતા આ યુવક ડ્રગ્સ સાથે પકડાયો છે. પોલીસે આરોપી ડ્રગ્સ પેડલર આસીફ મજીદ શાની ધરપકડ કરી છે. તેની તપાસ કરતા પોલીસને 15.75 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે.


[[$googlead]]

પોલીસે ડ્રગ્સ પેડલરને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પોલીસે 1.57 લાખથી વધુની ડ્રગ્સની હેરાફેરી કરતા યુવકને ઝડપી પાડયો છે. આ સાથે જ પોલીસે અમરોલી આવાસના જાકીરને પણ વોન્ડેટ જાહેર કર્યો છે. કાપોદ્રા પોલીસે ડ્રગ્સ પેડલરને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ડ્રગ્સ વિરોધી અભિયાન પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે અને યુવાધન ખોટી લત કે નશાના માર્ગે ના વળે તે માટે શહેરમાં કડક ચેકિંગ પણ હાથ ધરવામાં આવતું હોય છે. અત્યાર સુધી પોલીસે કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે અને ઘણા આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલ્યા છે.

[[$alsoread]]

ગઈકાલે અમદાવાદ SOGએ ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકોની કરી હતી ધરપકડ

તમને જણાવી દઈએ કે 29 માર્ચે અમદાવાદ SOGએ નવરંગપુરાની ક્રિસ્ટલ હોટલમાંથી ડ્રગ્સના જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરી હતી. SOGએ ઓરિસ્સાના અશોક ઉર્ફે કાજલ બેહરા અને પશ્ચિમ બંગાળના કલેજા ઉર્ફે પાયલ શેખ નામના બે વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે બંને વ્યક્તિઓ પાસેથી 1.39 લાખથી વધુની કિંમતનો 13.980 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પણ મળી આવ્યો હતો. એમડી ડ્રગ્સ તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળી પોલીસે 1.55 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


  • Follow us on: