- રાજેન્દ્રસિંહ વાઘેલા (ગાંધીનગર)
-
યુદ્ધ ભુમિથી માતૃભુમિ પર યુવાનો સુરક્ષિત પરત ફર્યા
-
સૌથી વધુ સુરતના 38 અને મહેસાણાના 14 યુવાનો
-
યુક્રેનથી 10 જિલ્લાના યુવાનોનુ કરાયું રેસ્ક્યુ
રશિયા - યુક્રેન વચ્ચે યુધ્ધ છેડાઈ જતાં ત્યાં અભ્યાસ માટે ગયેલા ભારતના વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. આ વિદ્યાર્થીઓને સહીસલામત દેશમાં પરત લાવવા માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. વહેલી સવારે એક ફ્લાઈટ વિદ્યાર્થીઓને લઈને દિલ્હી પહોંચી હતી. 105 જેટલા ગુજરાતી યુવાનને લઈને દિલ્હીથી નીકળેલી ત્રણ વોલ્વો બસ આવતીકાલે ૩જીના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે વહેલી સવારે આવી પહોંચશે.
રશિયા-યુક્રેન વચ્ચેના યુધ્ધને લઈને સમગ્ર વિશ્વમાં તંગદિલીભર્યો માહોલ છે. ત્યાં જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પરમાણુ બોમ્બથી હુમલાની ધમકી આપતાં વિશ્વમાં સ્તબ્ધતા છવાઈ જવા પામી છે. યુધ્ધની સ્થિતીમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કરાયું છે. જે અંતર્ગત પહેલી ફ્લાઈટમાં વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીઓને મુંબઈ અને દિલ્હી લવાયા હતા. યુક્રેનથી આજે બીજી ફ્લાઈટ ભારતીય વિદ્યાર્થીઓને લઈને પરત આવી છે. જેમાં 105 જેટલા ગુજરાતી યુવાનો છે. જેમને લઈને ત્રણેક વોલ્વો બસ આજે સવારે દિલ્હીથી નીકળી છે, જે આવતીકાલે ૩જી માર્ચના ગુરુવારના રોજ સવારે 7.30 ક્લાકે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચશે તેવું જણાવાયું છે.
યુક્રેનથી સ્વદેશ પરત ફરેલા ગુજરાતીઓમાં સૌથી વધુ સુરતના 38, મહેસાણાના 14, અમદાવાદ અને પાટણના 8-8, અમરેલીના પાંચ, આણંદ-સુરેન્દ્રનગર-ભાવનગરના ચાર-ચાર તે ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, નવસારી, વડોદરા, જૂનાગઢ, અમરેલી, પોરંબદર, પંચમહાલ, દ્વારકા, ગીરસોમનાથ, રાજકોટના યુવા વિદ્યાર્થીઓ હોવાની વિગતો છે. આ વિદ્યાર્થીઓનું સહીસલામત રીતે યુક્રેનથી રેસક્યુ કરીને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. પોતાના સંતાનો સલામત રીતે ભારત પરત આવી પહોંચ્યાનો મેસેજ જાણીને વાલીઓને રાહત થઈ છે. હવે આ વિદ્યાર્થીઓ આવતીકાલે દિલ્હીથી ગાંધીનગરના આંગણે આવી પહોંચશે.
અહી જુઓ તમામ 105 યુવાનોનું લીસ્ટ

