જૂનાગઢના કેશોદ તાલુકાના પાણખાણ ગામમાં તાજેતરમાં ખેતરમાંથી રસ્તો કાઢવા બાબતે એક જ સમાજના બે પરિવારો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. આ વિવાદ વધુ ઉગ્ર બનતાં મારામારીની ઘટના બની હતી. જેમાં પીઠરામભાઈ ગાંગડા નામના વૃદ્ધનું મોત થયું હતું અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ ઘટનામાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો.
ચાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે કેશોદમાં બે દિવસ પહેલા જમીન વિવાદમાં બે પરિવારો વચ્ચે વિવાદ સર્જાયો હતો. જેમાં ખેતરમાંથી રસ્તો કાઢવા મુદ્દે મારામારી થઈ હતી. આ દરમિયાન પીઠરામભાઈ ગાંગડા નામના વૃદ્ધનું મોત થયું હતું અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ ઘટનામાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસે આ કેસમાં 15 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાકી રહેલા ચાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ઝઘડો મારામારીમાં ફેરવાઈ ગયો હતો
કેશોદના પાણખાણ ગામે ખેતરમાંથી રસ્તો કાઢવા મુદ્દે બે પરિવારો વચ્ચેની મારામારીમાં પાંચ ઈજાગ્રસ્તોને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. બે લોકોની હાલત ગંભીર હોવાથી તેમને જૂનાગઢ રીફર કરાયા હતાં. બંને પરિવારો વચ્ચે ખેતરમાંથી રસ્તો કાઢવા મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદે સામાન્ય બાબતમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઝઘડો મારામારીમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. હાલમાં બંને પક્ષોની ફરિયાદના આધારે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.









