• કેટલીક ઓફિસોમાં ફર્નિચર કામ ચાલુ
  • 66 લાખ સ્કવેર ફૂટમાં તૈયાર થયું ડાયમંડ બુર્સ
  • 17 ડિસમ્બરે PM મોદી કરશે ડાયમંડ બુર્સનું લોકાર્પણ

દુનિયાની સૌથી વિશાળ ઓફિસ બ્લિડિંગ ધરાવતાં સુરત ડાયમંડ બુર્સમાં આજથી વેપાર ધંધાની શરૂઆત થઈ રહી છે. આજે એક સાથે 135 વેપારીઓ દ્વારા વિધિવત રીતે ડાયમંડ વેપારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. જેની સાથે જ 26 જેટલાં હીરાના વેપારીઓએ પોતાની મુંબઈથી ઓફિસ સુરત શિફ્ટ કરી છે.

વિશ્વના હીરા વેપારીઓની સુરત ડાયમંડ બુર્સ પર નજર છે. ત્યાર હવે સુરત ડાયમંડ બુર્સમાં વિવિધત રીતે વેપાર થવાની શરૂઆત થઈ રહી છે. સુરત ડ્રિમસિટી ખાતે સાકાર પામેલા સુરત ડાયમંડ બુર્સ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે. આજથી ભવ્યાતિભવ્ય રીતે તૈયાર કરવામાં આવેલા આ આઈકોનિક સુરત ડાયમંડ બુર્સમાં 135 હીરા વેપારીઓ દ્વારા ડાયમંડના વેપારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.

[[$googlead]]

આ માટે નોંધનીય છેકે 135 વેપારીઓ પૈકી 26 ડાયમંડ વેપારીઓ મુંબઈથી સુરતમાં કાયમી શિફ્ટ થઈ રહ્યા છે. તેમજ સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ થાય તે પહેલા 20મી નવેમ્બરના રોજ SBI દ્વારા ડાયમંડ બુર્સની અંદર બેન્કનું ઉદ્દઘાટન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના કારણે હીરા ઉદ્યોગકારોને તકલીફ પડશે નહીં.

[[$alsoread]]

સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણી, પ્રમુખ નાગજી સાકરિયા અને મિડિયા કમિટીના કન્વિનર દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, સુરત ડાયમંડ બુર્સની શરૂઆત થવા થઈ રહી છે. હીરા સહિત અન્ય વેપાર સાથે જોડાયેલા લોકોમાં પણ સુરત ડાયમંડ બુર્સ શરૂ થાય તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, હવે લોકોની આતુરતાનો અંત આવી રહ્યો છે.

આજથી 66 લાખ સ્કવેર ફૂટમાં તૈયાર થયેલા સુરત ડાયમંડ બુર્સમાં વિધિવત રીતે વેપારની શરૂઆત થશે. જ્યારે 17મી ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે. દશેરાના દિવસે 983 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થયું હતું. ત્યાર બાદ છેલ્લાં 20 દિવસથી રોજ 20થી 25 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થઈ રહ્યું છે.

  • Follow us on: