- ઓવરસ્પીડ વાહનચાલકોને 1.76 લાખનો દંડ ફટકારાયો
- ભયજનક વાહન હંકારવા મામલે 71 હજારનો દંડ ફટકાર્યો
- તા.22-7-23ના રોજથી રોડ સેફટી ડ્રાઈવની શરુઆત કરવામાં આવી
ખેડા જિલ્લામાં 11 દિવસના રોડ સેફટી ડ્રાઈવમાં પોલીસે જિલ્લાભરમાં ડ્રાઈવીંગમાં બેદરકારી દાખવવા મામલે કુલ 1377 કેસો નોંધી બે લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યો હતો.
ખેડા જિલ્લામાં ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાના માર્ગદર્શન થકી ગત તા.22-7-23ના રોજથી રોડ સેફટી ડ્રાઈવની શરુઆત કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં આવેલ કેટલાક માર્ગો, હાઈવે પર પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં ઓવરસ્પીડમાં વાહન હંકારતા, ભયજનક રીતે, નશાની હાલતમાં વાહન હંકારતા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી. ખેડા જિલ્લામાં ઓવરસ્પીડમાં વાહન હંકારવા મામલે કુલ 443 કેસો, 2632 એનસી કેસો, સ્થળ પર દંડના 180 કેસ, અને 443 વાહનચાલકો પાસેથી 1,76,500નો દંડ વસૂલ્યો હતો. ડ્રંક અને ડ્રાઈવના કુલ 64 કેસો, 53 વાહનો જપ્ત કરી, 63 વાહનચાલકોની અટક કરી હતી. ભયજનક રીતે ડ્રાઈવીંગ કે રેસ, ધૂમ સ્ટાઈલ, સ્ટંટ કરતા 57 વાહનચાલકો વિરુદ્ધ કેસ, 10 એનસી કેસો, સ્થળ દંડના 47 કેસો, જેમની પાસેથી રુ.71500નો દંડ વસૂલ્યો, આઈપીસી 279 હેઠળ કુલ 52 કેસો, જે પૈકી 27 વાહનો જપ્ત કર્યા અને 51 ઈસમોની અટક કરી હતી. એમવી એકટ 207 હેઠળ 207 કેસો દાખલ કર્યા હતા. ઓવરસ્પીડના સૌથી વધુ કેસો ચકલાસી પોલીસ મથકમાં 37 અને સૌથી ઓછા કપડવંજ રુરલમાં 02 કેસો નોંધાવા પામ્યા હતા.










