- સમાજના સમૂહલગ્નોત્સવમાં કરિયાવરના વ્યવહારને જાકારો આપવા આહ્વાન
- સિદસર મંદિરના પ્રમુખ સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા
- સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
સુરેન્દ્રનગર કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત સમુહ લગ્નોત્સવમાં સીદસર મંદિરના પ્રમુખ સહિતનાઓ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર કડવા પાટીદાર સમાજ દ્વારા સુરેન્દ્રનગર ખાતે તાજેતરમાં સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયુ હતુ. જેમાં સમાજના 14 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. નવદંપતીને આશીર્વાદ આપવા સીદસર મંદિરના પ્રમુખ જેરામભાઈ પટેલ, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ચંદ્રેશભાઈ પટેલ, બળવંતભાઈ મણવર સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. જેમાં 14 દિકરીઓને સમાજ તરફથી સોના-ચાંદીના દાગીના, ફર્નીચર સહિત તમામ ઘરવખરીનો સામાન અપાયો હતો. આ પ્રસંગે સમાજના આગેવાનોએ લગ્ન પ્રસંગે કરિયાવર, લેણા-દેણાના વ્યવહારને જાકારો આપવા આહવાન કર્યુ હતુ. આ પ્રસંગે 5 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર કડવા પાટીદાર સમાજના પ્રમુખ કાનજીભાઈ પટેલ અને સમુહ લગ્નોત્સવ સમીતીના સભ્યોએ આયોજનને સફળ બનાવવા તૈયારીઓ કરી હતી.










