• તા.16 ઓકટો.થી 29 ફેબ્રુઆરી સુધી સિંહદર્શનનું શિયાળુ સત્ર ચાલશે

  • ગિરનાર અભયારણ્ય હાલમાં સિંહોના ચોમાસાના ચાર મહિના વેકેશનના લીધે બંધ
  • 178 જેટલા ગાઈડ અને 70થી વધુ જિપ્સી ચાલકોના ધંધા-રોજગાર ફરી ધમધમતા થશે

સાસણ ગીર અભયારણ્ય અને ગિરનાર અભયારણ્ય હાલમાં સિંહોના ચોમાસાના ચાર મહિના વેકેશનના લીધે બંધ છે, જે બંને અભયારણ્યમાં 15 દિવસ બાદ એટલે તા.16 ઓક્ટોમ્બરથી ફરી સિંહદર્શન શરુ થશે. ફરીથી સિંહ દર્શન શરુ થતા સાસણ ફરી ધમધમતું થશે અને પ્રવાસીઓનો ધસારો જોવા મળશે.

વિશ્વ વિખ્યાત સાસણ ગીરનું અભયારણ્ય સિંહોના ચાર માસના ચોમાસાના વેકેશન બાદ ફરી 15 દિવસ બાદ ખુલશે, આગામી તા.16 ઓક્ટોમ્બરથી 29 ફેબ્રુઆરી સિંહદર્શન માટે શિયાળુ સત્ર ગણવામાં આવે છે. આ સત્રમાં સિંહ દર્શન માટેનો સમય વહેલો હોય છે ત્યારે સવારની ટ્રીપ 6.45થી 9.45 અને સાંજે પણ મોડી કરવામાં આવશે. જેના કારણે પ્રવાસીઓ વધુને વધુ ગીરના સિંહોને નિહાળવાનો આનંદ ઉઠાવી શકે. હાલ ગિરનાર અભયારણ્ય અને ગીર અભયારણ્યમાં વેકેશન ચાલી રહ્યુ છે. ફરી સિંહદર્શન શરુ કરવામાં આવશે ત્યારે જંગલમાં પ્લાસ્ટિકની બોટલ કે, વેફર પેકેટ લઈ જવા પર પ્રતિબંધ રહેશે. તમામ નિયમો સાથે પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવશે. સાસણના 178 જેટલા ગાઈડ અને 70થી વધુ જિપ્સી ચાલકોના ધંધા-રોજગાર ફરી ધમધમતા થશે, જેનાથી સાસણના સ્થાનિક હોટેલ-રિસોર્ટને વેગ મળશે. દિવાળીના તહેવારોને લઈને આગામી 15 દિવસ બાદ તમામ પરમીટ બુકિંગ માટે ટ્રાફ્કિ જોવા મળશે.

સિંહોનું વેકેશન પૂર્ણ થવામાં છે, ત્યારે ચોમાસામાં વરસાદથી ધોવાઈ ગયેલા જંગલના તમામ રોડ-રસ્તાઓને વન વિભાગ દ્વારા રીપેર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, અને વરસાદથી જંગલમાં કુદરતી નજારો ખીલી ઉઠયો છે, અને સર્વત્ર હરિયાળી જેવું વાતાવરણનો પ્રવાસીઓને અહેસાસ થશે.


  • Follow us on: