• દિવસ દરમિયાન ઉઘાડ નીકળવા સાથે વરસાદી ઝાપટાં વરસ્યા

  • મોડી સાંજે કાળા ડિબાંગ વાદળો અને વીજળીના ગડગડાટ સાથે મૂશળધાર વરસાદ
  • ઠેર ઠેર પાણી ભરાતાં શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો

અમદાવાદમાં મંગળવારે મેઘરાજાએ વિઘ્નહર્તાના આગમનને વધાવ્યું હતું અને વરસાદી ઝાપટાં વરસ્યા હતા. દિવસ દરમિયાન ઉઘાડ નીકળવા સાથે વરસાદી ઝાપટાં વરસ્યા પછી મોડી સાંજે કાળા ડિબાંગ વાદળો અને વીજળીના ગડગડાટ સાથે મૂશળધાર વરસાદ તૂટી પડવાને કારણે ઠેર ઠેર પાણી ભરાતાં શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતાં વાસણા બેરેજના 15 દરવાજા ખોલીને 18,183 ક્યુસેક પાણીનો નિકાલ કરાયો હતો. પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. વાસણા બેરેજના 15 ગેટ ઓપન કરતાં પાણીનો નિકાલ કરવાને પગલે નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસી જવા માટે રહીશોને સૂચના અપાઈ છે. સવારે 7 વાગે વાસણા બેરેજના 10 ગેટ ખોલવામાં આવ્યા હતા. જેમાં ગેટ નં.- 19 થી 24 અઢી ફૂટ અને ગેટ - 26,27,29 અને 30 ગેટ 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા. સાંજે 4 વાગ્યા સુધીમાં વસાણાં બેરેજના 15 ગેટ ખોલવામાં આવ્યા હતા. જેમાં 14 થી 14 ગેટ અઢી ફૂટ, 26 અને 27 ગેટ 5 ફૂટ અને 29., 30 ગેટ 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને 18,183 ક્યુસેક પાણીનો નિકાલ કરાયો હતો. મંગળવારે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક જોવા મળી છે.

રિવરફ્રન્ટ લોઅર પ્રોમિનાડને અસર નહીં થાય

સંતસરોવર અને નર્મદા કેનાલમાંથી પાણી વહેલી સવારથી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં પાણીની આવક થઈ છે. હાલમાં પાણીની આવક વધતાં સાબરમતી નદીનું લેવલ 128 રાખવામાં આવ્યું છે. ધરોઇ ડેમ અને સંત સરોવરમાંથી જે પાણી હાલમાં છોડવામાં આવ્યું છે તેની અસર લોઅર પ્રોમિનાડને થશે નહીં. જોકે, અમદાવાદ જિલ્લામાં આવેલા નીચાણવાળા ગામડામાં તેની અસર દેખાશે.


  • Follow us on: