• આગામી તા.14મી માર્ચથી શરુ થશે ગુજરાત બોર્ડની પરીક્ષા
  • જેલના ક્વૉરન્ટાઈન રુમને CCTV સજ્જ ક્લાસરુમમાં ફેરવાયો
  • 5 જિલ્લાની જેલના કેદીઓ પણ પરીક્ષા આપવા વડોદરા આવશે

વડોદરા મધ્યસ્થ જેલમાં કેદ રાખવામાં આવેલાં 15 કેદીઓ આગામી તા.14મી માર્ચથી શરુ થઈ રહેલી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની HSC અને SSCની પરીક્ષા આપવાના છે. જેલના કેદીઓ માટે અત્રેની જેલના ક્વૉરન્ટાઈન રુમને ક્લાસ રુમમાં રુપાંતર કરવામાં આવ્યો છે. સીસીટીવીથી સજ્જ આ ક્લાસરુમમાં ગોધરા,રાજપીપળા, છોટાઉદેપુર, નડિયાદ અને દાહોદની જેલના કેદીઓ પરીક્ષા આપવા માટે વડોદરા આવશે. બોર્ડ અને જેલ સત્તાવાળાઓના સુપરવિઝન હેઠળ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.14મી માર્ચથી ધો.10 અને 12ની પરીક્ષા લેવામાં આવનાર છે. શહેરની મધ્યસ્થ જેલમાં કેદ રાખવામાં આવેલા 6 વિદ્યાર્થી ધો.12 અને 9 વિદ્યાર્થીઓ ધો.10ની પરીક્ષા આપવાના છે. બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે કેદી પરીક્ષાર્થીઓને વાંચન સામગ્રીને લઈને કોઈ મુશ્કેલી ના સર્જાય તેની તકેદારીના ભાગરુપે જેલ અધિક્ષક મુકેશ ચૌધરીના નેતૃત્વ હેઠળ વેલ્ફેર ઓફીસર એમ.એ. રાઠોડ દ્વારા પુરતી કાળજી લેવામાં આવી રહી છે.

વડોદરા સેન્ટ્રલ જેલમાં આવેલા ક્વૉરન્ટાઈન રુમને ક્લાસરુમમાં રુપાંતરીત કરવામાં આવ્યો છે. આ ક્લાસરુમ સીસીટીવીથી સજ્જ છે. ગોધરા, રાજપીપળા, દાહોદ, નડિયાદ અને છોટા ઉદેપુરની જેલમાથી કેદીઓ વડોદરા ખાતેની જેલમાં પરીક્ષા આપવા માટે આવશે. વડોદરા સીવાયની અન્ય જેલમાંથી કેટલા કેદી પરીક્ષાર્થીઓ આવવાના છે જે આંકડાકીય માહીતી અત્રેની જેલના સત્તાવાળા દ્વારા એકત્રીત કરવામાં આવી રહી છે.


  • Follow us on: