ભાવનગરના અલંગમાં અલગ-અલગ દેશોમાંથી શિપ ભંગાણ માટે આવતા હોય છે,ગુજરાતના ભાવનગર ખાતે આ શિપ ભંગાણ માટે આવે છે ત્યારે ગત મહિને એટલે કે ઓકટોબર મહિનામાં 15 શિપ ભંગાણ માટે આવતા વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો,સાથે સાથે 15માંથી 12 શિપનું બીચિંગ પૂર્ણ થઈ ગયું છે.જાન્યુઆરીથી ઓક્ટોબરમાં 85 શિપ ભંગાણ માટે આવ્યા હોવાની વાત સામે આવી છે.


[[$googlead]]

ઓક્ટોબરમાં 15 શિપ આવતા તેજીની આશા

ભાવનગર જિલ્લાની આર્થિક કરોડરજ્જુ સમાન અલંગમાં શિપની આવક વધી છે,જેમાં જાન્યુઆરી મહિનામાં આવેલા 15 શિપ બાદ 10 મહિના બાદ 15 શિપ ફરી ભંગાવવા માટે આવ્યા હતા જયારે હજી 3 શિપ આવકમાં હોવાની વાત સામે આવી છે.જો કે સરેરાશ પ્રતિ માસ 25 થી વધુ શિપની આવકની સામે વર્ષ 2024માં શિપની આવક ઘટવા પામી છે.

[[$alsoread]]


અલંગમાં આવે છે અલગ-અલગ શિપ ભંગાવવા માટે

વર્ષ 2024ના શરૂઆતના 9 મહિના દરમિયાન કુલ 73 જહાજ અલંગનો કાંઠો અડકવામાં સફળ રહ્યા છે, અને તેનું કુલ વજન 537759.49 મે.ટન છે. સપ્ટેમ્બર માસ દરમિયાન અલંગમાં ફક્ત 6 જહાજ બીચ થયા છે, અને તેનું કુલ વજન 38,388 મે.ટન છે. સપ્ટેમ્બર-2023 દરમિયાન અલંગ ખાતે કુલ 12 શિપ બીચ થયા હતા અને તેનું કુલ વજન 65489.78 મેટ્રિક ટન હતુ.

અલંગ છે શું જાણો

આ ગામનો જહાજવાડો વર્તમાન સમયમાં વિશ્વભરમાં જહાજ તોડવાના સ્થળ તરીકે જાણીતો થયેલ છે. અંગ્રેજી ભાષામાં અલંગને શીપીંગ બ્રેક યાર્ડ કહેવામાં આવે છે. એશીયા નું સૌથી મોટુ જહાજ ભાંગવાનુ સ્થળ અહિંયા છે, જ્યાં દરેક જાતનાં નાનાં-મોટાં જહાજો (ટેન્કર, મુસાફરવાહક, માલવાહક વગેરે) ભાંગીને દરેક ભાગ અલગ કરવામાં આવે છે.જહાજને તોડી નાખવાથી મળતા લોખંડ, કાંચ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, લાકડાંનું રાચરચીલું તેમ જ અન્ય વસ્તુઓને લગતા વેપારધંધા તેમજ ઉદ્યોગો પણ અહીં વિકાસ પામ્યા છે.

  • Follow us on: