સુરેન્દ્રનગર થાનગઢ નગરપાલિકાના 16થી વધુ સભ્યો અચાનક ગાયબ થઈ ગયા છે,નગરપાલિકામાં ભાજપના જ સભ્યો બળવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે,તો ભાજપના ચૂંટાયેલા સભ્યો ગાયબ થયા સુરેન્દ્રનગર ભાજપ પક્ષમાં કાર્યકર્તાઓ તેમજ અન્ય સભ્યો ચિંતામાં મૂકાયા છે,આજે આજે નગર પાલિકાના પ્રમુથની વરણી થવાની છે ત્યારે પાર્ટી સામે 16 સભ્યોએ બાયો ચઢાવી છે,તમામ સભ્યોના મોબાઈલ સ્વિચ ઓફ છે,ત્યારે ન.પા. પ્રમુખની ચૂંટણીમાં નવાજૂનીના એંધાણ થાય તો નવાઈ નહી.


[[$googlead]]

થાનગઢ નગરપાલિકાની ૭ વોર્ડમાં ૨૮ બેઠકો પર મતદાન થયું

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/ મધ્યસત્ર / પેટા ચૂંટણીઓ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધાંગધ્રા, લીંબડી નગરપાલિકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. થાનગઢ નગરપાલિકાની ૭ વોર્ડમાં ૨૮ બેઠકો પર યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ૧૭,૦૫૦ પુરુષો, ૧૫,૮૬૬ સ્ત્રીઓ એમ મળી કુલ ૩૨,૯૧૬ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અત્યાર સુધીમાં થયેલા મતદાન પર નજર કરીએ તો ૧૬૧૬ પુરુષો, ૮૩૬ સ્ત્રીઓ મળી કુલ ૨૪૫૨ લોકોએ ૭.૪૫ ટકા જેટલું મતદાન કર્યું છે. લીંબડી નગરપાલિકામાં વોર્ડ નં.૧માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ૨૪૩૧ પુરુષો, ૨૨૧૯ સ્ત્રીઓ એમ મળી કુલ ૪૬૫૦ લોકો પોતાના માતાધિકારનો ઉપયોગ કરશે. અત્યાર સુધીમાં ૭૩ પુરુષ અને ૨૪ સ્ત્રીઓ એમ મળી કુલ ૯૭ લોકોએ ૨.૦૯ ટકા મતદાન કર્યું છે. જ્યારે ધ્રાંગધ્રા નગરપાલિકામાં વોર્ડ નં.૧માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ૩૯૬૦ પુરુષો, ૩૬૩૧ સ્ત્રીઓ એમ મળી કુલ ૭૫૯૧ લોકો પોતાના માતાધિકારનો ઉપયોગ કર્યો હતો.૨૧૬ પુરુષ અને ૧૦૩ સ્ત્રીઓ એમ મળી કુલ ૩૧૯ લોકોએ ૪.૨૦ ટકા મતદાન કર્યું હતુ.

[[$alsoread]]

ગઈકાલે પ્રમુખોની વરણીને લઈ ગાંધીનગરમાં બેઠક મળી હતી

જૂનાગઢ મહાનગર પાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ હવે આજે (5 માર્ચ) પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી થશે. જેને લઈને ગઈકાલે ગાંધીનગર કમલમ ખાતે સીઆર પાટિલની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયાતના પ્રમુખોની બેઠક યોજાઈ હતી. જેમાં જૂનાગઢના નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ 68 નગરપાલિકાઓના નવા પ્રમુખોનું લિસ્ટ ફાઈનલ કરવામાં આવ્યું છે.

 

  • Follow us on: