રાજકોટથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા રાજકોટના 17 પ્રવાસીઓ જમ્મુ કાશ્મીરમાં અટવાઈ ગયા હોવાની વાત સામે આવી છે,પહલગામમાં આતંકી હુમલા બાદ પ્રવાસીઓ અટવાયા ગયા છે,પ્રવાસીઓએ કહ્યું કે અમને મદદ કરો અને રાજકોટ પરત લાવો ત્યારે રાજકોટના વહીવટી તંત્રએ પણ કાશ્મીરના વહીવટી તંત્ર સાથે વાતચીત કરી છે,તો ફ્લાઇટની અનુકૂળતા અને સગવડતાના આધારે પ્રવાસીઓ પરત ફરશે.


[[$googlead]]

રાજકોટના 17 પ્રવાસીએ કાશ્મીરમાં સલામત છે

સ્થાનિક પ્રશાસ અને વહીવટી તંત્ર પણ પ્રવાસીઓને પરત લાવવા માટે મથી રહી છે અને તમામ પ્રવાસીઓ હોટલમાં સલામત છે તેમને ખાવા પીવાની તમામ વ્યવસ્થા છે,ફલાઈટના વધતા જતા ભાવ અને ફલાઈટની ફિકવન્સી ઓછી હોવાના કારણે ગુજરાત પરત ફરવામાં તકલીફ પડી રહી છે,ત્યારે બે દિવસ પહેલા પણ રાજકોટના એક દંપતીએ વીડિયો વાયરલ કર્યો હતો અને તેમાં પણ તેમણે કહ્યું હતુ કે અમને રાજકોટ પરત લાવો અમારે અહીંયા રહેવુ નથી.

[[$alsoread]]

રાજકોટથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા હજુ પણ 17 પ્રવાસીઓ નથી પરત ફર્યા

1. કુલદીપસિંહ નકુમ

2. રુચિ નકુમ

3. રાજદિપસિંહ વાઘેલા

4. વૈશાલીબા વાઘેલા

5. જગદિપ રસિકલાલ પારેખ

6. નીતાબેન જગદીશ પારેખ

7. મહેન્દ્રભાઈ એમ. મહેતા

8. મયુરીબેન એમ મહેતા

9. નીરવ રમેશભાઈ આચાર્ય

10. કિંજલબેન નીરવભાઈ આચાર્ય

11. જ્ઞાનેશ નિરવભાઈ આચાર્ય

12. તીર્થ નિરવભાઈ આચાર્ય

13. હેત મનોજભાઈ માંકડ

14. હિતેશ કતીરા

15. હિતેશભાઈના માતા

16. મૃદુલા કતીરા (પત્ની)

17. રોનક કતીરા (પુત્ર)


  • Follow us on: