જમ્મુ કાશ્મીરમાં 17 ગુજરાતીઓ ફસાયા હોવાની જાણકારી મળી છે. 17 ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે સરકારને અપીલ કરવામાં આવી છે. વાઘોડિયા રોડ વિસ્તારની લકઝરી બસ દ્વારા તમામ મુસાફરો જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. મોરારી બાપુની કથા સાંભળવા માટે મુસાફરો ગયા હતા અને પહલગામમાં આતંકી હુમલા બાદ તેઓ ફસાઈ ગયા છે.


[[$googlead]]

સાંસદે પ્રવાસીઓને સુરક્ષિત વડોદરા લાવવાનું આશ્વાસન આપ્યું

જો કે હાલમાં આ તમામ મુસાફરો સુરક્ષિત છે અને ગુજરાત પરત લાવવા માટે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને રજૂઆત કરવામાં આવી છે. સાંસદે આ રજુઆત ભારત સરકાર સુધી પહોંચાડી છે અને વહેલામાં વહેલી તકે તમામ લોકોને સુરક્ષિત રીતે પરત વડોદરા લાવવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. હાલમાં કર્ફ્યુ જોવા માહોલમાં પણ તમામ પરિવારો કાશ્મીરમાં સુરક્ષિત છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ત્યારબાદ ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી છે. પાકિસ્તાન વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી છે. પાકિસ્તાની લોકોને 48 કલાકમાં ભારત છોડી દેવા માટે આદેશ આપી દીધો છે.

[[$alsoread]]

જમ્મુમાં બનેલી આતંકી ઘટનામાં 3 ગુજરાતીઓના મોત, 3 મૃતદેહને અમદાવાદ લવાયા

જમ્મુમાં બનેલી આતંકી ઘટનામાં 3 ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા છે. જેમાં 2 ભાવનગર અને 1 સુરતના વ્યક્તિનું મોત થયું છે. તેમના મૃતદેહને અમદાવાદ લાવવામાં આવ્યા છે. આજે રાત્રે તેમના મૃતદેહ પોતાના વતનમાં પહોંચશે અને આવતીકાલે અંતિમ ક્રિયા કરવામાં આવ્યા છે.


  • Follow us on: