- શુક્રવારે ST નિગમને રૂ.5.62 કરોડની આવક
- રોજના સરેરાશ 22થી 25 લાખ મુસાફરોની સંખ્યામાં વધુ 3થી 4 લાખ ઉમેરાશે
- શનિવાર અને રવિવાર આ બે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો વતનમાં પરત ફરશે
એસટી નિગમ દ્વારા દિવાળી તહેવારોને લીધે 1700થી 2200 જેટલી એક્સ્ટ્રા બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દિવાળી એક્સ્ટ્રા સંચાલનમાં શુક્રવારના રોજ માત્ર એક જ દિવસમાં રાજ્યમાં કુલ 2,31,890 પ્રવાસીઓ મુસાફરી કરી હતી, જેના થકી નીગમને રૂ.5.62 કરોડની આવક થઈ છે. એસટી નીગમની બસોમાં રોજના સરેરાશ 22થી 25 લાખ જેટલા મુસાફરો પ્રવાસ કરતાં હોય છે, જેમાં હવે વધુ 3થી 4 લાખ પ્રવાસીઓનો ઉમેરો થશે. શનિવાર અને રવિવાર આ બે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો વતનમાં પરત ફરશે. આ બે દિવસ દરમિયાન મોટા શહોરોમાથી નાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરશે.
શુક્રવારના રોજ દિવાળી એક્સ્ટ્રા સંચાલનમાં કુલ 4,748 એસટી બસની ટ્રિપ લાગી હતી. સુરત વિભાગની વાત કરવામાં આવે તો દિવાળી સ્પેશિયલ બસોની કુલ 1,438 ટ્રીપ લાગી હતી જેમાં 79,900 પ્રવાસીઓ મુસાફરી કરી હતી, જેના થકી રૂ.2.83 કરોડની નીગમને આવક થઈ છે. આવી જ રીતે અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડથી 229 ટ્રિપ મારફતે 14,457 લોકોએ પ્રવાસ કર્યો હતો જેના થકી નીગમને રૂ.30,54,842ની આવક થઈ છે.










