સુરતમાં 3.94 કિલો ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ કરાઈ છે જેમાં લીંબાયત પોલીસે કાર્યવાહી કરી છે,સલમાન શેખ અને હુસેનની ધરપકડ કરવામાં આવી છે,પોલીસને બાતમી મળી હતી અને તેના આધારે કામગીરી કરવામાં આવી છે,નીલગીરી મેદાન તરફ પોલીસ વોચમાં હતી અને તે દરમિયાન પોલીસના હાથે બે આરોપીઓ ઝડપાઈ ગયા હતા.
સલમાન શેખ અને હુસેન શેખની ધરપકડ
સુરતમાં સલમાન શેખ અને હુસેનની ગાંજા સાથે ધરપકડ કરવામા આવી છે,મોપેડની ડેકીમાં ગાંજો મૂકીને લાવ્યા હતા અને વેચાણ અર્થે આ ગાંજો આપવાનો હતો તો ગાંજો વેચે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી પાડયા હતા,ગાંજો કયાંથી લાવ્યા અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે,લીંબાયત પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથધરી છે,લાંબા સમયથી આ બન્ને આરોપીઓ બહારના રાજયમાંથી ગાંજો મંગાવતા અને સુરતમાં વેચતા હોવાની વાત સામે આવી છે.
ભેસ્તાન વિસ્તારમાંથી પણ મળ્યો ગાંજો
સુરતમાં નશાનો વેપલો કરનારા સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ભેસ્તાન પોલીસ દ્વારા એક રેઇડમાં 4.178 કિલો ગાંજો, નશાકારક કોડઈન સિરપ અને ટેબલેટના મોટા જથ્થા સાથે એક ઈસમને ઝડપી લેવામાં આવ્યો છે. શુભલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલમાં રેઇડ, 56,698 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.ભેસ્તાન પોલીસ દ્વારા આરોપી શુભમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં 1 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતાં.









