કોરોના મહામારી બાદ રાજ્યમાં ફરી એકવાર બ્લેક- ફંગસ (મ્યુકોરમાઇકોસિસ)ના કેસ સામે આવતા ચિંતાનો વિષય છે. મ્યુકોરમાઇકોસિસ (બ્લેક ફંગસ)ના બે નવા કેસ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બ્લેક ફંગસના 2 દર્દીઓને દાખલ કરી સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

બંને દર્દી હાલ ICUમાં સારવાર હેઠળ

ગુજરાતમાં કોરોના બાદ ફરી બ્લેક- ફંગસના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. બ્લેક ફંગસના બે દર્દી દાખલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મ્યુકોરમાઇકોસિસના કારણે 1 દર્દીને આંખ કાઢવી પડી હતી. બંને દર્દી હાલ ICUમાં સારવાર હેઠળ રખાયા છે. બંને દર્દીને બ્લેક- ફંગસની સાથે હાઇ ડાયાબિટીસથી પીડિત હોવાનું ખુલ્યું છે.

મ્યુકરમાઈકોસિસ કેવી રીતે થાય છે?

તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસ બાદ બ્લેક ફંગસ લોકો માટે આફત બનીને આવી હતી. કોરોનાથી સારા થયેલા દર્દીઓમાં આ રોગ ઝડપથી ફેલાયો હતો. મ્યુકરમાઈકોસિસ એક એવા પ્રકારની ખાસ ફંગસ છે કે જે કોવિડમાંથી બહાર આવેલા દર્દીઓમાં જોવા મળી રહી છે. આ ફંગસ એટલી ઝડપથી ફેલાય છે શરીરમાં કે તેને લઈને મોતનું પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. આ રોગમાં આંખમાં પણ જતી રહે તેવી માહિતી સામે આવી છે.

  • Follow us on: