વડોદરામાં ચેઈન સ્નેચિંગ કરતા બે આરોપીઓને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે,આરોપીઓને સયાજીપુરા ગાર્ડન પાસેથી ઝડપી પાડયા છે,પોલીસને બાતમી હતી કે બે આરોપીઓ ચેઈન સ્નેચિંગ કરે છે અને તેઓની પાસે મુદ્દામાલ પણ છે ત્યારે પોલીસે તેના આધારે વોચ ગોઠવીને આરોપીઓને ઝડપી પાડયા છે.પોલીસની તપાસમાં હજી વધારે ગુનાનો ભેદ ઉકેલાઈ શકે છે.


[[$googlead]]

બે મહિનાથી મચાવતા હતા આતંક

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા બે મહિનાથી વડોદરાના પૂર્વ વિસ્તારમાં નાઈટમાં મહિલાઓ વોકિંગ કરવા નીકળે તે સમયે તેમને ટાર્ગેટ કરતા અને ગળામાં રહેલી ચેઈન ખેંચીને જતા રહેતા હતા,પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ અલગ-અલગ વિસ્તારમાં ચેઈન સ્નેચિંગ કરી છે અને કુલ 7 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે,તારાસિંગ અને દિલદારસિંગને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા છે અને તેમની પાસેથી 7.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

[[$alsoread]]

સાત ગુનાનો ભેદ ઉકેલાયો

ક્રાઈમ બ્રાન્ચે ચેઇન સ્નેચિંગ કરનાર બે આરોપીઓને ઝડપી પાડયા છે જેમાં સામે આવ્યું છે કે આરોપીઓ સિખલીગર ગેંગના સભ્યો છે અને તેમની સાથે અન્ય આરોપીઓ છે તેઓ પણ ચોરીની અને ચેઈન સ્નેચિંગની ઘટનાને અંજામ આપતા હોય છે તેવું સામે આવ્યું છે,આરોપીઓએ વડોદરા સિવાવ પણ અન્ય જિલ્લાઓમાં ચેઈન સ્નેચિંગ કરવાની ઘટનાને અંજામ આપ્યો છે.આરોપીઓ જયારે ચેઈન સ્નેચિંગ કરવાના હોય તે પહેલા તેઓ રેકી કરતા અને બાઈક પર આવી મોઢે રૂમાલ બાંધીને ચેઈન સ્નેચિંગ કરતા હતા.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કાર ચોરીની માસ્ટર માઈન્ડ ટોળકી ઝડપી

વડોદરા ક્રાઈમ બ્રાન્ચના હાથે કાર ચોરીની માસ્ટર ટોળકી ઝડપાઈ ગઈ છે,જેમાં 149 ઇકો કારની ચોરીનો કેસ ઉકેલાયો છે,પૂનાનો ડોકટર કારની ચોરી કરવા માટે અમદાવાદ અને વડોદરા આવતો હતો,મુખ્ય આરોપી ડોકટર BHMS છે,ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે ધરપકડ કરી ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

 

  • Follow us on: