- લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા આયોજન
- સમાજની 685 દિકરીએ આ કેમ્પનો લાભ લીધો
- પાટણ ધારાસભ્યે ઉપસ્થિત રહી કાર્યની સરાહના કર
પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા અનેકવિધ સમાજ સેવાના કાર્યો કરવામાં આવતા હોય છે.ત્યારે સમાજની 8 થી 29 વર્ષની દીકરીઓ માટે દાતાઓના સહયોગથી સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક શક્તિ વંદના વેક્સિનેશન કેમ્પનું તારીખ 23 અને 24 એમ બે દિવસીય શહેરના જુદા જુદા છ ઝોન વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે.
પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા સમાજના દાતા પરિવારના સૌજન્યથી અને પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ ના સહીયોગ થી આયોજિત કરાયેલા બે દિવસીય સર્વાઇકલ વેક્સિનેશન કેમ્પનો દરેક ઝોનમાં સમાજની 8 થી 14 વર્ષની દિકરીઓ માટે બે ડોઝ અને 15 થી 29 વષૅની અપરણિત દિકરીઓને ત્રણ ડોઝ ક્રમશઃ આપવામાં આવશે.પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા આયોજિત સર્વાઇકલ વેક્સિનેશન ના બે દિવસીય કેમ્પનો સમાજની કુલ 685 જેટલી દીકરીઓને લાભ આપવામાં આવનાર હોવાનું કેમ્પના આયોજકોએ જણાવ્યું હતું. શુક્રવારે પાટણ શહેરના ખોખરવાડા વિસ્તારમાં આવેલા પટેલ બોર્ડિંગ ખાતેના કેમ્પના શુભારંભ પ્રસંગે પાટણ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સાથે પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ સહિત સમાજના આગેવાનો એ ઉપસ્થિત રહી પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ સહિત સર્વાઇકલ વેક્સિનેશન કેમ્પના આયોજનમાં ઉદાર હાથે સખાવત આપનારા સમાજના દાતા પરિવારની સરાહના કરી હતી.સર્વાઇકલ વેક્સિનેશન કેમ્પમાં પાટણ ના ગાયનેક તબીબ ડો.જય પટેલ,ડો. પ્રિયાંશી દિલીપભાઈ પટેલ સહિત ડો.જીગર પટેલ,ડો. કૃણાલ પટેલ, ડો.દિવ્યાંગ પટેલ, ડો.સરવીન પટેલ અને ડો.પ્રેક્ષા પટેલે પોતાની સેવાઓ આપી હતી.










