સુરતમાં સિવિલ હોસ્પિટલના 2 તબીબ કોરોનાગ્રસ્ત થયા છે જેમાં બન્ને મહિલા તબીબીને આઈસોલેશનમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા જેમાં 2 મહિલા પૈકી 1 મહિલાને રજા આપવામાં આવી છે, કોરોનાગ્રસ્ત બંને મહિલાની તબિયત હાલ સ્થિર છે, સ્મીમેર હોસ્પિટલમાં કોરોના વોર્ડ તૈયાર કરાયો છે અને 4 બેડ ધરાવતો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.


શરદી-ખાંસી જેવી બીમારી સામાન્ય બની છે

હાલ બદલાતા વાતાવરણને પગલે શરદી-ખાંસી જેવી બીમારી સામાન્ય બની છે. જ્યારે પણ બેવડી ઋતુ વાતાવરણમાં આવે એટલે શરદી-ખાંસી, તાવ સહિતની બીમારી આવતી હોય છે. પરંતુ વ્યક્તિને જ્યારે સામાન્ય શરદી-ખાંસી, નાવ થાય એટલે કોરોના સમજી તણાવમાં આવી જાય છે. પરંતુ કોરોના હોય તે જરૂરી નથી. નિષ્ણાત તબીબની સલાહ લઈ સારવાર કરાવવી જોઈએ. નિષ્ણાત તબીબ અને W1Oએ હાલ કોરોનાને પહેલાની જેમ ગંબીર રોગ નહીં પરંતુ સામાન્ય ફલૂની જેમ સારવાર આપવાનું તારણ આપ્યું છે.

WHOએ પણ કોરોનાને સામાન્ય કલૂની જેમ સારવાર આપવાની જાહેરાત કરી હતી

જાન્યુઆરી ૨૦૨૦માં નોંધાયેલા કેસોની સંખ્યામાં વધારો થવો હતો. જેના કારણે WHO એ હાઈ એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારબાદ ભારતમાં પણ કોરોનાના કેસમાં વધારો થતા લોકડાઉન જાહેર કર્યું હતું. જે બાદની સ્થિત હજુ પણ આપડો ભુલ્યા નથી. જે બાદ સ્થિતિ સામાન્ય બનતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. થોડા સમય પહેલા જ WHOએ પણ કોરોનાને સામાન્ય કલૂની જેમ સારવાર આપવાની જાહેરાત કરી હતી.

 ખાંસી થવાના કિસ્સા સામાન્ય દિવસો કરતા વધી જતાં હોય છે

પરંતુ હાલ જ્યારે થોડા સમયથી સિંગાપોર, થાઈલેન્ડમાં કેસ વધવા લાગતા લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે. જોકે, આપણે ગભરાવાની જરૂર નથી. શહેરમાં હાલ બેવડી ઋતુને પગલે શરદી-ખાંસી અને તાવ જેવી ભીમારી સામાન્ય બની છે. જોકે, ચાલુ વર્ષે ઉનાળાની સાથે કમોસમી વરસાદ પડવાના શીપે રાત્રિના સમયે ઠંડીનો અનુભવ થતો હોય છે. જયારે બપોરના સમયે ભારે ઉકળાટને કારણે લોકોએ અસહ્ય બફારાનો સામનો કરવો પડતો હોય છે. આ કારણોસર શરદી, ખાંસી થવાના કિસ્સા સામાન્ય દિવસો કરતા વધી જતાં હોય છે.

  • Follow us on: