• કોશિક જાની અને રાજુ ઉર્ફે રાજ ભાલીયાની ધરપકડ
  • નામજોગ નોંધાયેલી ફરિયાદના કુલ 17ની ધરપકડ
  • 36 આરોપીઓ સામે નોંધાઈ છે નામજોગ ફરિયાદ

ભાવનગર ડમીકાંડમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કોશિક જાની અને રાજુ ઉર્ફે રાજ ભાલીયાની ધરપકડ કરવામાં આવી છે. તેમજ નામજોગ નોંધાયેલી ફરિયાદના કુલ 17ની ધરપકડ થઇ છે. તથા 36 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. રાજ્યના વિવિધ વિસ્તારોથી આરોપીઓ પકડાય છે. તથા ભાવનગર, બોટાદ, અમરેલી જિલ્લામાં ધરકપડ શરૂ કરવામાં આવી છે. તેથી આંકડો વધી શકે છે.

કોશિક જાની અને રાજુ ઉર્ફે રાજ ભાલીયાની ધરપકડ

[[$googlead]]

14 એપ્રિલના રોજ ભરતનગર પોલીસ મથકમાં 36 આરોપીઓના નામ જોગ નોંધાયેલ ફરિયાદમાં સામેલ 2 આરોપીઓને પકડવામાં આવ્યા છે. જેમાં કૌશિક મહાશંકર જાની અને રાજુ ઉર્ફે રાજ ભાલીયા નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ડમી ઉમેદવાર કાંડમાં 36 આરોપીઓ પૈકી 17 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ ડમી ઉમેદવાર કાંડમાં ટોટલ 39 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદ મુજબના 17 આરોપીઓ અને 22 આરોપીઓના તપાસમાં ખુલેલા નામ ધરાવતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

[[$alsoread]]

35થી વધુ વિદ્યાર્થીઓએ ગેરરીતિ આચરી

રાજ્યમાં તાજેતરમાં યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષા જુનીયર કલાર્કની કસોટીને લઈને ભાવનગર તથા બોટાદ તથા અમરેલી જિલ્લાના ગામડાઓના 35થી વધુ વિદ્યાર્થીઓએ ગેરરીતિ આચરી મૂળ વિદ્યાર્થીના સ્થાને ડમી વિદ્યાર્થીઓ બેસાડી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જેમાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં 36 સામે ગુનો નોંધાયો હતો.

સમગ્ર મામલાની તપાસ માટે SITની રચના

ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ મામલાની તપાસ માટે 19 અધિકારીઓ અને કર્મચારીઓની એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. જેમાં 1 પીઆઈ, 8 પીએસઆઈ, LCB, SOG અને પેરોલ ફર્લો સ્ક્વોડના માણસો સાથેની એક ટીમ રચવામાં આવી છે. જે ડમી કાંડ મામલે તપાસ કરી રહી છે.


  • Follow us on: