ગુજરાતમાં વિવિધ શહેરોમાં એક પછી એક કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં વધુ બે કોરોના કેસ પોઝિટિવ નોંધાયા હોાવનું સામે આવ્યું છે. 30 વર્ષીય યુવક અને એક વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવક સારવાર હેઠળ જ્યારે વૃદ્ધા હોમ આઇસોલેશનમાં છે. બંનેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.


[[$googlead]]

સુરતમાં કોરોનાના કેસમાં થયો વધારો

સુરતમાં કોરોના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. સુરતમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. નાનપુરાના 30 વર્ષીય યુવક અને ઘોડદોડ રોડની 64 વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો વૃદ્ધાને હોમ આઇસોલેશનમાં રખાવામાં આવ્યા છે. એક જ સપ્તાહમાં સુરતમાં 7 કોરોના કેસ પોઝિટિવ સામે આવતા લોકોમાં વધુ મહામારી ફેલાય તેવો ભય છે. હાલ બંનેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા છે.

[[$alsoread]]

ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા

ગુજરાતમા હાલમા કોરોનાના 100 કરતા વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. રાજ્યમાં હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવા દર્દીઓનું પ્રમાણ ખૂબજ ઓછું છે. ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે. જેમાં એક પૂરૂષ અને એક મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દીઓમાં એક દર્દી સરગાસણ અને બીજો સેક્ટર-13નો હોવાનું માલુમ પડયું છે. બંને દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં છે.

અમદાવાદમાં પણ કોરોનાના કેસ

અમદાવાદમાં 17 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે શહેરના એક્ટિવ કેસનો આંક 76 થઈ ગયો છે. શહેરમાં માત્ર બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.જેમાં એક મહિલા હાયપરટેન્શન અને હૃદયની સમસ્યા હોવાથી તેમને અસારવા સિવિલમાં દાખલ કરાયા છે. મે મહિનામાં અમદાવાદમાં 89 કેસ નોંધાયા છે જેમાંથી 13 દર્દીઓ સાજા થયા છે.

રાજકોટમાં 6 કેસ નોંધાયા

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 કેસ નોંધાયા છે. અત્યાર સુધી રાજકોટમાં કુલ 11 કેસ નોંધાયા છે. જેમાં એક દર્દી સંપૂર્ણ સ્વસ્થ થયાં છે અને 10 દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં કેસમાં વધારો જોવા મળ્યો છે જેમાં અમદાવાદ સૌથી વધુ એક્ટિવ કેસ સાથે આગળ છે. હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા સલાહ આપી છે. નાગરિકોને ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવા અને લક્ષણો દેખાય તો તાત્કાલિક તપાસ કરાવવાની અપીલ કરવામાં આવી છે.


  • Follow us on: