ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં વિવિધ શહેરોમાંથી એક પછી એક કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે ફરી ભાવનગરમાં કોરોનાની રી એન્ટ્રી જોવા મળી છે. ભાવનગરમાં કોરોના 2 નવા કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. સિહોર પંથકની સગર્ભા કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે.


[[$googlead]]

ભાવનગરમાં કોરોના 2 નવા કેસ નોંધાયા

અમદાવાદ, રાજકોટ, નડિયાદ બાદ ભાવનગરમાં કોરોનાની રી એન્ટ્રી જોવા મળી છે. શહેર અને જિલ્લામાં કોરોનાના 2 કેસ નોંધાયા છે. સિહોર પંથકની સગર્ભા મહિલા અને શહેરના એક આધેડને કોરોના પોઝિટિવ થયો હોવાનું સામે આવ્યું છે. બંને દર્દીઓમાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા જેમાં બંનેની સ્થિતિ સ્થિર છે. શહેરના વિજયરાજનગરમાં રહેતા આધેડને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા હતા જ્યારે સિહોરની સગર્ભા સર ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.

[[$alsoread]]

રાજ્યમાં ફરી વધ્યા કોરોનાના કેસ

ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી કોરોનાના એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. રાજકોટ, મહેસાણા, જૂનાગઢ સહિતના વિસ્તારોમાંથી કેસ સામે આવી રહ્યાં છે. કોરોનાના દિન-પ્રતિદિન કેસ વધતા રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા હતા. સાથે જ શહેરમાં ચાલુ મહિનામાં જ 39 કેસ સામે આવ્યા છે.


  • Follow us on: