દિન પ્રતિદિન હવે હનીટ્રેપ ના કિસ્સાઓ વધવા લાગ્યા છે ત્યારે ખુદ પોલીસ કર્મચારીઓ જ જો હનીટ્રેપ જેવી બાબતો સામેલ હોય તો શું થાય ? કાયદાના રક્ષક જ ભક્ષક બને તો પછી જવું ક્યાં? રાજકોટના એક 64 વર્ષીય વેપારીની જામનગરની એક 27 વર્ષીય યુવતી સાથે સોશિયલ મીડિયામાં વાતચીત થાય છે વાતચીતનો દોર આગળ વધે છે અને વાતચીતમાં આખરે યુવતી દ્વારકાધીશના દર્શન કરી સબંધોની શરૂઆત કરવાની વાત કરતા આ વૃદ્ધ જામનગરથી આ યુવતી સાથે દ્વારકા તરફ પ્રયાણ કરે છે.
વૃદ્ધને શંકા જતા દ્વારકા પોલીસનો કર્યો સંપર્ક
ઓખા મઢી ટોલનાકા પાસે આ બંને લોકોને પાછળથી એક સ્વીફ્ટ કાર લઈને આવેલ બે પોલીસ કર્મચારીના ડ્રેસમાં આવેલ વ્યક્તિઓ રોકે છે અને યુવતીના પર્સમાંથી એક સફેદ ડ્રગ્સ મળી આવ્યું હોય પોલીસ કર્મચારીઓ આ ડ્રગ્સના લીધે દેશ વિરોધી કેસમાં ફિટ કરવાની ધમકી આપી. વૃદ્ધે પોતાના પુત્ર સાથે વાત કરી એક કરોડ વીસ લાખની રકમ આંગડીયા મારફતે મંગાવી આરોપીઓને આપે છે. આ ઘટના બાદ વૃદ્ધને યુવતી પર આખરે શંકા જતા આખરે આ મામલે ફરિયાદ કરવામાં આવે છે અને દ્વારકા પોલીસે આ સમગ્ર મામલે તાત્કાલિક અસરથી પગલા લેતા નવો ઘટસ્ફોટ સામે આવે છે.
પોલીસની વર્ધીમાં આવીને શખ્સોએ વૃદ્ધને ખખડાવ્યા
વૃદ્ધને રસ્તા વચ્ચે રોકનાર પોલીસના ડ્રેસમાં આવેલા શખ્સો નકલી પોલીસ નહી પણ પરંતુ જામનગર હેડકવાર્ટરમાં ફરજ બજાવતા સંજય કારંગીયા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પોલીસકર્મી સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી હતી. સમગ્ર કેસમાં હનીટ્રેપમાં વેપારીને ફસાવી પૈસા પડાવવાનું ષડયંત્ર હોવાનું સામે આવ્યું હતું.
દ્વારકા હનીટ્રેપ કેસમાં બે આરોપીઓ ફરાર
હનીટ્રેપનો કેસ હોઈ પોલીસે તાત્કાલિક અસરથી આ મામલે ટીમો દોડાવી સમગ્ર મામલે પોલીસની વર્દીમાં આવનારા અને વર્દીને શર્મસાર કરનાર આરોપી જે જામનગર હેડ ક્વાર્ટરમાં નોકરી કરતા હતા તેઓ અને મહિલા સહિતના લોકો વિરુદ્ધ ગુનો નોંધી મુદ્દામાલમાં વપરાયેલા કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.ત્યારે હાલ આરોપી યુવતી આરજુ સિંગ, તેમજ જિમ ટ્રેનર પર્વત બાસફોર્ટ ઝડપાઈ ગયા છે તો જામનગર હેડ ક્વાર્ટર માં ફરજ બજાવતા સંજય કારંગગીયા તથા હોમગાર્ડ સોલંકી ફરાર થઈ ગયા છે જેમની અટક કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.









