• ખુમરવાડ ગામ પાસે વહેણમાં 4 યુવક ડૂબ્યા હતા
  • અમદાવાદના યુવકો નહાવા કરવા ગયા હતા
  • 2 યુવકોને સ્થાનિકો તરવૈયાઓએ બચાવ્યા

ખેડાના ખુમરવાડ ગામ પાસે નદીના વેહરામાં નહાવા ગયેલા ચાર લોકો ડૂબ્યા હતા જેમાંથી બે યુવકોના નદીમાં મોત થયા છે,અમદાવાદથી આ યુવકનો નદીમાં નહાવા માટે ગયા અને ઉંડા પાણીમાં જતા યુવકોએ બૂમાબૂમ કરતા સ્થાનિક તરવૈયાઓએ 2 લોકોને બચાવ્યા તો 2 લોકોના મોત થતા પરિવારમાં શોકનું મોજું મળી ફરી વળ્યું છે.

નદીમાં હતો પાણીનો ભારે પ્રવાહ

વરસાદની સિઝનમાં લોકો નદી અને ચેકડેમોમાં નાહવાની મજા માણતા હોય છે,ત્યારે આ મજા કેટલીકવાર જોખમી સાબિત થતી હોય છે,અમદાવાદથી ખેડા ગયેલા ચાર યુવકો નદીમાં નાહવા ગયા અને ધીરે ધીરે નદીની વચ્ચે કેમ પહોંચી ગયા તેની તેમને ખબર જ ના રહી આ યુવાનોમાંથી 2 યુવાનો નદીની વચ્ચે અને બાકીના બે યુવાનો નદીના કિનારાથી નજીક હતા તો બે યુવાનોને મોતના મુખમાંથી સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યા હતા,તો બે યુવક પાણીમાં ગરકાવ થતા તેમને બચાવી શકાયા નથી.

બૂમાબૂમ કરતા બે બચ્યા

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા ચેતન અને વિજય નામના બે યુવકના મોત થયા છે,સ્થાનિક તરવૈયાઓ દ્રારા આ બન્ને યુવકના મૃતદેહને બહાર કાઢયા છે અને પોલીસને જાણ કરી છે,ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયા છે.

આવું જોખમ તમે પણ ના લો

સમગ્ર ઘટનામાં વાત કરીએ તો વરસાદી સિઝનમાં નદીમાં નવા નીર આવતા લોકો નહાવા માટે જતા હોય છે અને મોજ મસ્તી કરવાને લઈ કયારેક તેઓ શું કરી લેતા હોય છે તેની ખબર નથી હોતી,તમે પણ નદીમાં નહાવા જાવ ત્યારે સચેત થઈને જાવ કયારેય પણ નદીની વચ્ચે જઈને નહાવાની મજા ના લેવી જોઈએ આવું કરશો અને પાણીની વહેણમાં તણાઈ જશો તો તમારો પરિવાર પણ નોંધારો બની શકે છે.