• 38 વર્ષીય અજયસિંહ દિવાળીપુરાનું ઢળી પડતા મોત
  • 40 ડિગ્રી ગરમીમાં પીસાતા લોકો હવે ત્રાહિમામ પોકારી ગયા
  • લક્ષ્મી નગરમાં 48 વર્ષીય જગદીશભાઈનું હાર્ટ એટેકથી મોત
વડોદરામાં ગરમીના કારણે હાર્ટ એટેકથી 2ના મોત થયા છે. જેમાં 38 વર્ષીય અજયસિંહ દિવાળીપુરાનું ઢળી પડતા મોત થયુ છે. તેમજ લક્ષ્મી નગરમાં 48 વર્ષીય જગદીશભાઈનું ઢળી પડતા મોત થયુ છે. શહેરમાં ભારે ગરમીમાં બે યુવાનના મોત થયા છે. 40 ડિગ્રી ગરમીમાં પીસાતા લોકો હવે ત્રાહિમામ પોકારી ગયા છે.

બંનેને હોસ્પિટલ લઈ જતા હાર્ટ એટેકથી મોત હોવાનું તારણ
આજવા રોડ સ્થિત લક્ષ્મી નગરમાં રહેતા 48 વર્ષીય જગદીશભાઈ ટાંકી સાફ કર્યા બાદ બેઠા અને ઢડી પડ્યા હતા. તેમજ આજવા રોડ સ્થિત શ્રીહરી ટાઉનશીપમાં રહેતા 38 વર્ષીય અજયસિંહ દિવાળીપુરા કોર્ટમાં મિત્રને મળવા ગયા હતા જ્યાં એકાએક છાતીમાં દુખાવો ઉપાડતા તેઓ ઢળી પડ્યા હતા. જેમાં બંનેને હોસ્પિટલ લઈ જતા હાર્ટ એટેકથી મોત હોવાનું તારણ બહાર આવ્યું છે.

ગરમી વધવાની સાથે રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સા વધ્યા
ગરમી વધવાની સાથે રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સા પણ વધી રહ્યા છે. તાજેતરમાં જ વડોદરાના ડભોઈમાં હાર્ટએટેકથી મૃત્યુનો કિસ્સો સામે આવ્યો હતો. તેમાં ડભોઇમાં 38 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જૈન વાગામાં રહેતા જતીન જૈન નામના યુવાનને છાતીમાં દુખાવા થયા બાદ મોત થયું હતું. મૃતક યુવાનના શરીરમાં કોઈપણ જાતની બીમારી નહોતી. યુવાનના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

દિનેશભાઈ રાત્રે ઉંઘ્યા બાદ સવારે ઉઠ્યા જ નહી
થોડા દિવસ પહેલા મોરબીના ટંકારાના વાધગઢ ગામે દિનેશભાઈ રાત્રે ઉંઘ્યા બાદ સવારે ઉઠ્યા જ નહી, જે બાદ સારવાર માટે હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કર્યા હતા. દિનેશભાઈ અરજણભાઈ બોપલીયા રાત્રીના સુતા હતા. જેથી પરિવારજનો દ્વારા ઉઠાડવામાં જતા ઉઠ્યા નહોતા. જેથી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોકટરે તપાસી મૃત જાહેર કર્યા હતા. દિનેશભાઈને હાર્ટ એટેક આવ્યો હોવાથી તેનું મૃત્યુ થયું હોવાનું જાહેર થયું હતું.
  • Follow us on:

[[$googlead]]