• અતુલ નજીક ચણવઇ હાઇવે પરની ઘટના
  • ઘટનામાં આરોગ્ય વિભાગની 2 મહિલાનું મોત
  • અજણ્યો વાહનચાલક ટક્કર મારી ફરાર

    વલસાડમાં હિટ એન્ડ રનની હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. વલસાડના અતુલ નજીક ચણવઇ હાઇવે પર અજાણ્યા વાહને બંને મહિલાને ટક્ક મારી હતી. હીટ એન્ડ રનની ઘટનામાં 2 મહિલાના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. અજણ્યો વાહનચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. ઘટનાને પગલે પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

    મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે. વલસાડના NH-48 હાઇવે પર અતુલ નજીક ચણવઇ હાઇવે પર અજાગ્યા વાહનચાલકે આરોગ્ય વિભાગની 2 મહિલાને ચક્કર મારી હતી. ઘટનામાં બન્ને મહિલાના મોત નીપજ્યા છે. પૂરપાટ ચાલતા વાહને મહિલાને ટક્કર મારી હતી. અજાણ્યા વાહનની ટક્કરે મારતા જ આરોગ્ય વિભાગની 2 મહિલાનું મોત નીપજ્યુ છે. અકસ્માતની ઘટનામાં અજણ્યો વાહનચાલક મહિલાઓને ટક્કર મારીને ફરાર થઇ ગયો છે. અકસ્માતને પગલે રોડ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. બન્ને મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે અજણ્યો વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.


    • Follow us on: