કચ્છમાં કારચાલકે બાઈક સવાર યુવકોને અડફેટે લેતા 2 યુવાનના ઘટના સ્થળે મોત થયા છે, અંજાર-સતાપર રોડ પર આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, તો અંજાર પોલીસે ઘટના સ્થળે જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે કારચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથધરી છે.


અંજાર-સતાપર રોડ પર બની અકસ્માતની ઘટના

કચ્છમાં અકસ્માતની ઘટના વારંવાર બનતી હોય છે અને હાઈવે પર આ ઘટના વધારે બનતી હોય છે, આવી જ એક ઘટના અંજાર- સતાપર રોડ પર બની હતી જેમાં ફુલ સ્પીડમાં આવેલી કારે બે યુવાનોને ઉડાવ્યા હતા અને બન્ને યુવાનોના ઘટના સ્થળે મોત થયા છે, આસપાસના સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને રોડ પરનો ટ્રાફિક ખુલ્લો કર્યો હતો તો અંજાર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. મૃતક યુવાનો કોલેજમાં અભ્યાસ કરતા હોવાની વાત સામે આવી છે.

મૃતકોના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા

સમગ્ર ઘટનામાં મૃતકોના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે અને તેમના પરિવારજનોને અકસ્માતની જાણ કરી છે, તો ઘટના એટલી ગંભીર હતી કે મૃતકોને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત થયુ હતુ, સમગ્ર ઘટનામાં પોલીસે આસપાસના લોકોના નિવેદન પણ લીધા છે અને તપાસ શરૂ કરી છે, મૃતદેહનું પીએમ થશે ત્યારબાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે, કાર ચાલકની એક ભૂલના કારણે બે યુવાનોના જીવ ગયા છે.

 

  • Follow us on: