- માલેગાંવથી સુરત આવી રહી હતી ST બસ
- બ્રેક ફેલ થવાના કારણે અકસ્માત સર્જાયો
- નવાપુરના ચરણમાળ ઘાટ પર બની ઘટના
ગુજરાતની GSRTCની માલેગાંવ-સુરત બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં બાળકો સહિત 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ગુજરાત એસટીની બસ માલેગાંવથી સુરત આવી રહી હતી. આ દરમિયાન બસ નવાપુરના ચરણમાળ ઘાટ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે વળાંક ઉપર બસની એક્સેલ તૂટી જતાં બ્રેક ફેઈલ થઈ ગઈ હતી.










