બનાસકાંઠાના પાલનપુરમાં હાર્ટ એટેકથી વધુ યુવકનું મોત નિપજયું. 20 વર્ષીય યુવાન કોલેજમાં અભ્યાસ કરે છે. કોલેજમાં જ યુવાનને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. દરમિયાન વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ દ્વારા યુવાનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબે યુવાનને મૃત જાહેર કર્યો. યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો.
યુવાનને કોલેજમાં આવ્યો એટેક
ટાકરવાડા ગામનો યુવાન નિકુલ પાલનપુરની જી ડી મોદી કોલેજમાં ત્રીજા વર્ષમાં કરે છે. નિકુલ સવારે કોલેજમાં અભ્યાસ માટે પંહોચ્યો. ત્યાં અચાનક 20 વર્ષીય નિકુલને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો. આ સ્થિતિને નિકુલ અને તેના સહાધ્યાયીઓ વધુ કંઈ સમજે તે પહેલા યુવાન બેભાન થઈ ગયો. નિકુલ બેભાન થઈ ઢળી પડતાં જ વિદ્યાર્થીઓએ કોલેજ સત્તાવાળાને જાણ કરી. કોલેજ સ્ટાફે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને નિકુલને હોસ્પિટલ લઈ ગયા.
પરીવારમાં શોકનો માહોલ
હોસ્પિટલના તબીબે 20 વર્ષીય યુવાન નિકુલની ચકાસણી કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો. યુવાનનું મોત હાર્ટએટેકના કારણે થયું હોવાનું હોસ્પિટલમાં ફરજ પરના તબીબે જાહેર કર્યું. નિકુલ ખાડેડીયા કોલેજમાં બેભાન થયા બાદ હોસ્પિટલ લઈ જતી વખતે વિદ્યાર્થીઓ દ્વારા તેના પરીવારને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ નિકુલનો પરીવાર હોસ્પિટલ પંહોચે તે પહેલા જ તબીબે યુવાનને મૃત જાહેર કર્યો. હોસ્પિટલ પંહોચ્યા બાદ પરીવારને આ સમાચાર મળતાં તેમના પર આભ તૂટી પડ્યું. વ્હાલસોયો દીકરો ગુમાવતાં પરીવારમાં શોકનો માહોલ છવાયો. છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકના કિસ્સામાં વધારો થયો છે. અનેક કિસ્સાઓમાં શારીરિક રીતે સ્વસ્થ દેખાતા માણસો પણ અચાનક હાર્ટએટેકનો ભોગ બની રહ્યા છે.









