વિધાનસભા ગૃહમાં નિયમ 144 હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં ઓબેસિટી ફ્રી કેમ્પેઈનની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. મેદસ્વિતા ઘટાડવા માટે રાજ્ય સરકાર ખાસ કેમ્પેઈન શરૂ કરશે. સમગ્ર વર્ષ દરમિયાન સરકાર મેદસ્વિતા ફ્રી કેમ્પેઇન ચલાવશે. જો કે મેદસ્વિતાએ હવે યંગસ્ટર્સમાં પણ જોવા મળી રહી છે અને રાજ્યમાં એક મોટો પડકાર પણ બન્યો છે.


[[$googlead]]

યંગસ્ટર્સ પણ બની રહ્યા છે મેદસ્વિતાના શિકાર

ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મેદસ્વિતા દિવસે વિધાનસભા ગૃહમાં નિયમ-44 અંતર્ગત એક નિવેદન દ્વારા "સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત'ની નેમ -વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા છે. આવા બેઠાડુ જીવનના લીધે શરીર ભારે થવાના કારણે સ્થૂળતા એટલે કે મેદસ્વિતા વધી રહી છે. ગુજરાતમાં 15થી 49 વર્ષના 21.49 લાખ લોકો મેદસ્વિતાનો શિકાર છે, તેવા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

[[$alsoread]]

મેદસ્વીતા થવાના મુખ્ય કારણ

  1. અસંતુલિત આહાર: વધુ કૅલરીયુક્ત અને ચરબીયુક્ત ખોરાકનું સેવન
  2. શારીરિક સક્રિયતાની ઉણપ: કસરત કે ફિઝિકલ એક્ટિવિટીની ઉણપ
  3. આનુવંશિકતાથી પ્રભાવિત: કુટુંબમાં મેદસ્વીતા હોય તો જોખમ વધે
  4. હોર્મોન્સ અને દવાઓ: થાયરોઈડ, સ્ટેરોઇડ્સ, ડિપ્રેશનની દવાઓ વગેરે
  5. જીવનશૈલી અને તણાવ: અયોગ્ય જીવનશૈલી, અનિયમિત ઊંઘ અને માનસિક તણાવ

મેદસ્વીતા નિવારણ માટેના ઉપાયો

  1. સંતુલિત આહાર: પ્રોટીન, ફાઈબર, વિટામિન્સથી ભરપૂર અને ઓછી ચરબીવાળો આહાર
  2. નિયમિત કસરત: દૈનિક 30-45 મિનિટ ચાલવું, યોગ, દોડવું કે વ્યાયામ કરવો
  3. માનસિક આરોગ્યનું ધ્યાન રાખવું: તણાવથી દૂર રહેવું અને મેડિટેશન કરવું
  4. પાણી વધુ પીવું: શરીરમાં ટૉક્સિન દૂર કરવા માટે પાણી પૂરતું લેવું
  5. સહી ઊંઘ લેવી: દરરોજ 7-8 કલાકની આરામદાયક ઊંઘ લેવી

શું કહ્યું નિષ્ણાંત તબીબોએ ?

જો કે આ મેદસ્વીતાને ગંભીરતાથી ન લેતા લોકો ખાસ સાચવજો કારણ કે મેદસ્વીતા નિયંત્રિત ન થાય તો તે હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. હાલ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં અંદાજીત રોજના 100થી વધુ દર્દીઓ સારવાર લેવા પહોંચે છે. આમ ગુજરાતમાં અંદાજીત 21 લાખથી વધુ દર્દીઓ મેદસ્વીતાનો શિકાર બને છે અને જેમાં 58 ટકા મહિલાઓ જ શિકાર બને છે, જેથી સાવચેતી રાખવા નિષ્ણાંત તબીબોએ અપીલ કરી છે.


  • Follow us on: