- પ્રથમ છ માસમાં જીએસટી હેઠળ 18 ટકા વધુ આવક
- સપ્ટે.-2023માં રૂ.5,133 કરોડની આવક નોંધાઈ
- ગત વર્ષના સપ્ટેમ્બર માસની આવક રૂ.4,248 કરોડ કરતા 21 ટકા વધુ
આ વર્ષે સપ્ટેમ્બર માસમાં રાજ્યને મળેલી જીએસટીની આવકમાં ગત વર્ષના સપ્ટેમ્બર કરતા 21 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ સપ્ટેમ્બર-2023 દરમિયાન રૂ.5,133 કરોડની આવક થઈ છે. જે ગત વર્ષના સપ્ટેમ્બર માસની આવક રૂ.4,248 કરોડ કરતા 21 ટકા વધુ છે.
નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ છ માસમાં રાજ્યને જીએસટી હેઠળ કુલ રૂ.40,126 કરોડની આવક થયેલ છે. જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલી આવક કરતા રૂ.6,128 કરોડ એટલે કે 18 ટકા વધુ છે. સપ્ટેમ્બર-2023 દરમિયાન રાજ્યને વેટ હેઠળ રૂ.2,792 કરોડની આવક થયેલ છે.










