દેશમાં દર પાંચ વર્ષે પશુધન વસ્તી ગણતરી કરવામાં આવે છે. છેલ્લી ૨૦ મી પશુ વસ્તી ગણતરી વર્ષ ૨૦૧૯ માં કરવામાં આવી હતી. જેમાં પાંચ વર્ષ પૂર્ણ થયેલ હોવાથી સમગ્ર દેશમાં ૨૧ મી પશુ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ દેશ અને રાજ્યની સાથે સાથે પશુધન વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. નવેમ્બર-૨૪ થી ફેબ્રુઆરી-૨૫ એમ ચાર માસ દરમિયાન સમગ્ર દેશમાં સરકાર દ્વારા પશુ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવનાર છે.
પશુ ગણતરી













