- સુખપર, સામખિયાળીમાં જામેલી જુગારની બાજી પોલીસે બગાડી
- રોકડ, મોબાઈલ, ઈકો ગાડી મળી ત્રણ લાખનો મુદામાલ કબજે
- શ્રાવણ શરૂ થતાં જ જુગારીઓ સક્રિય, પોલીસના બાજ નજર
કચ્છ જિલ્લામાં શ્રાવણ માસના આરંભ સાથે ઠેરઠેર જુગારના પડ મંડાતા પોલીસ હરકતમાં આવી ગઈ છે, જેમાં આજે મુન્દ્રા તાલુકાના સુખપર તેમજ ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે પોલીસે છાપો મારીને જાહેરમાં જુગાર રમતા 22 શખ્સોની ધરપકડ કરી લીધી હતી. સામખિયાળી પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે રાત્રિના ઈટી કંપની પાછળ છાપો મારવામા આવ્યો હતો. જ્યાં જુગાર રમતા મનોજ હરી આહિર, અભુ મામદ ખોળ, ધર્મેશ હોથી સીયાળીયા, વિરમ મોહન કોલી, પ્રહલાદ જગદિશ ઠાકોર, હિરેન શાંતિલાલ ગોર, કલ્પેશ રામજી રાજગોર, સામજી વાછીયા માતંગ, જીવણ કરશન પરમાર, હસમુખ દેવશી પરમાર, ઈબ્રાહિમ હાસમ કુંભાર, કાદર દાઉદ કુંભાર અને મહેશ ઉર્ફે મેસો જીવન કોલીની ધરપકડ કરી લીધી હતી. આરોપી પાસેથી રોકડ, મોબાઈલ, ઈકો ગાડી વગેરે મળી 2,80,600નો મુદામાલ કબજે કરી લેવામા આવ્યો હતો.
મુન્દ્રા પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે રાત્રિના અરસામાં સુખપર ગામે રેલવે ફાટકની બાજુમાં ભાણભટ્ટ વિસ્તારમાં છાપો મારવામા આવ્યો હતો. જ્યાં જુગાર રમતા મુકેશ છગન ભટ્ટ, ભલ્લુ ઈશ્વર ભટ્ટ, કરશન હરીરામ ભટ્ટ, ભુપત રતન ભટ્ટ, હિમત બાબુ ભટ્ટ, બહાદુર નરપત ભટ્ટ, રામજી પોપટ ભટ્ટ, ગોપાલ રતન ચાવડા અને ખીમજી રામજી ભટ્ટની ધરપકડ કરી લીધી હતી. આરોપી પાસેથી રોકડ, મોબાઈલ મળી 19,060 નો મુદામાલ કબજે કરી લેવામા આવ્યો હતો.










