- SOGએ રૂ.3.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
- બોટલનો જથ્થો કબ્જે કરી તપાસનો ધમધમાટ ચલાવ્યો છે
- તાજેતરમાં અનેક સ્થળોએથી આવી શિરપની બોટલનો જથ્થો ઝડપાયો
હળવદ તાલુકાના ચરાડવા ગામે આયુર્વેદિક શિરપના નામે નશાકારક પીણાનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી જિલ્લા એસ ઓ જી ટીમ ને થતા પોલીસે આ બાબતે રહેણાંક ના એક મકાન માં રેઇડ કરી બિલ વગર ની કુલ 2300 બોટલનો જથ્થો કબ્જે કરી તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.
આ અંગે મળતી વિગતો મુજબ છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રમાં આયુર્વેદિક શિરપના નામે વેચાતા નશાકારક પીણાનું ગેરકાયદે થતું વેચાણ વધ્યું છે. તાજેતરમાં અનેક સ્થળોએથી આવી શિરપની બોટલનો જથ્થો ઝડપાયો છે.










