- પુરવઠા નિગમના ગોદામોમાંથી ચોરીના વધતા બનાવો
- ચોરી રોકવા જ કેમેરા લગાવાઈ રહ્યાની દલીલ
- 4 મોટા બનાવોમાં 24,966.66 ક્વિન્ટલ અનાજની ચોરી થઈ
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનોમાંથી અનાજની ચોરીના બનાવો વધતાં જાય છે. છેલ્લા 3 વર્ષમાં નાની ચોરીઓના તો સંખ્યાબંધ કેસો બન્યાં છે, પરંતુ 4 મોટા બનાવોમાં 24,966.66 ક્વિન્ટલ અનાજની ચોરી થઈ છે, જેમાં નિગમને રૂ.13.26 કરોડનું જંગી નુકસાન થયું છે.
મોટા બનાવોમાં વર્ષ 2020-21માં પંચમહાલ જિલ્લાના શહેરા ખાતેના ગોડાઉનમાંથી 6,563.50 ક્વિન્ટલ ઘઉંની અને 649 ક્વિન્ટલ ચોખાની ચોરી થઈ હતી, જેની બજાર કિંમત રૂ.3.68 કરોડ થવા જાય છે. આ જ વર્ષમાં બનાસકાંઠાના પાનલપુર ખાતેના ગોડાઉનમાંથી 6,388 ક્વિન્ટલ ઘઉંની અને 1,236.50 ક્વિન્ટલ ચોખાની ચોરી થઈ હતી, જેની બજારકિંમત રૂ.3.82 કરોડ હતી. જ્યારે વર્ષ 2022-23માં સુરતના સચિન ખાતેના ગોડાઉનમાંથી રૂ.3.78 કરોડની બજારકિંમતના 2,700 ક્વિન્ટલ ઘઉં તથા 3,794.69 ક્વિન્ટલ ચોથા ગાયબ થયા હતા અને પોરબંદરના રાણાવાવ ખાતેના ગોડાઉનમાંથી રૂ.1.98 કરોડની બજારકિંમતના 2,749 ક્વિન્ટલ ઘઉંની અને 886 ક્વિન્ટલ ચોખાની ચોરી થઈ હતી. આમ છેલ્લા ત્રણ વર્ષમાં 18401 ક્વિન્ટલ ઘઉં અને 6,566.19 ક્વિન્ટલ ચોખા ગાયબ થઈ ગયા છે.










