રાજકોટમાં છાશ પીધા બાદ 25 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની વાત સામે આવી છે,જેમાં ભવાનીનગરમાં છાશ પીધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે,ખાનગી ટ્રસ્ટ દ્વારા કરાયું હતું છાશનું વિતરણ અને આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે,10 બાળકો સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ તેમજ 15 જેટલા બાળકોને ઘરે જ સારવાર અપાઇ હોવાની વાત સામે આવી છે,હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે.
રાજકોટમાં 25 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર
શહેરના ભવાની નગર વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની અસર વર્તાઈ છે,છેલ્લા ત્રણ દાયકાથી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ ખાનગી ટ્રસ્ટ દ્વારા કરાયું હતું છાશ વિતરણ જેમાં બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર વર્તાઈ છે,રામનાથપરા વિસ્તાર પાસે આવેલ ભવાની નગરમાં કરાયું હતું છાશ વિતરણ.આરોગ્ય વિભાગે સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ખોરાક ક્યારે બગડે છે?
જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે. કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે 37 ડિગ્રીથી વધુ તાપમાન બેક્ટેરિયાને મારી શકે છે.
ફૂડ પોઈઝનિંગના લક્ષણો
ડોક્ટરના જણાવ્યા મુજબ, કોઈપણ વસ્તુ ખાધા પછી પેટમાં તીવ્ર દુખાવો, ઉલ્ટી, અપચો, માથાનો દુખાવો, અતિશય થાક, નબળાઈ અને તાવ જેવા કોઈપણ લક્ષણો ફૂડ પોઈઝનિંગના લક્ષણો હોઈ શકે છે. ફૂડ પોઈઝનિંગ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ આ સમસ્યાઓ બાળકોમાં વધુ જોવા મળે છે.
ફૂડ પોઇઝનિંગ એક પ્રકારનો ચેપ
ફૂડ પોઈઝનિંગ એક પ્રકારનો ચેપ છે જે બેક્ટેરિયા અને વાયરસ દ્વારા ફેલાય છે. જ્યારે બેક્ટેરિયા ધરાવતો ખોરાક ખાવામાં આવે છે, ત્યારે આ બેક્ટેરિયા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને બહાર કાઢે છે. તે પાચનક્રિયાને બગાડે છે. મોટાભાગના ફૂડ પોઈઝનિંગ ગંદા પાણી પીવાથી, એક્સપાયર થયેલ પેકેજ્ડ ફૂડ, ખૂબ લાંબો સમય રાંધવામાં આવેલો ખોરાક ખાવાથી થતા હોય છે. જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે.
ઉનાળામાં ફૂડ પોઇઝનિંગ સૌથી વધુ થાય છે
ઉનાળાની ઋતુમાં ફૂડ પોઇઝનિંગના મામલા વધુ સામે આવતા હોય છે. ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.ઉનાળાની ઋતુમાં હવા સાથે બેક્ટેરિયા પણ આવે છે અને તે પોતાની સાથે અનેક પ્રદૂષકો પણ લાવે છે. જેના કારણે ક્યારેક આપણી રોગપ્રતિકારક શક્તિ પણ બગડી જાય છે. ઉનાળામાં જો ખોરાક તરત જ ન ખાવામાં આવે તો તે ઝેરી પણ બની શકે છે અને બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી વધે છે.









