- ગ્રાહકોને સબ સ્ટાન્ડર્ડ, મિસ બ્રાન્ડેડ ખાદ્ય વસ્તુઓ પધરાવતા વેપારી
- અનેક ખાણીપીણી ચીજવસ્તુઓના નમૂના ફેલ
- ગુણવંતાવાળા અને વાસી ખોરાક વેચતાં વેપારીઓમાં ફફડાટ
વડોદરા મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2021-22 દરમિયાન જુદા - જુદા વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમુના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં નાપાસ થયેલા નમુનાઓ માટે 25 વેપારીઓ વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. જેમાં સબ - સ્ટાન્ડર્ડ અને મીસ બ્રાન્ડેડના કિસ્સામાં કોર્પોરેશને વેપારીઓ પાસેથી રૂ. 3.31 લાખના દંડની વસુલાત કરી હતી. જેને લઈ ભેળસેળિયા, હલકી ગુણવંતાવાળા અને વાસી ખોરાક વેચતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
વડોદરા મહાનગર પાલિકાના ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ - અલગ વિસ્તારોમાંથી ફુડ સેફ્ટી એક્ટ સ્ટાન્ડર્ડ એક્ટ - 2006 અન્વયે ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા હતા. આ નમુના પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં 25 નમુના ફેઈલ ગયા હોવાનો રિપોર્ટ આવ્યો હતો.










