• ભાજપે નવા સમીકરણો અનુરૂપ ટિકિટ આપી
  • સુરત, રાજકોટ અમદાવાદમાં નવા ઉમેદવારો ઉતાર્યા 
  • વડોદરા અને સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યા 
ભાજપની પાંચમી યાદી સાથે ગુજરાતના 26 બેઠકના ઉમેદવારો નક્કી થઈ ગયા છે. જેમાં 13 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે 13 નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેના સાથે જ ભાજપે ગુજરાતમાં લોકોને ચોંકાવી દીધા છે. જીતની હેટ્રિક કરવા માટે ભાજપે તૈયારી કરી દીધી છે.

ભાજપે અગાઉ ગુજરાતની 26 બેઠકોમાંથી 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં 2 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેચી હતી. જેથી તે બેઠકો સહિત બાકી રહેતી બેઠક પર ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે. વડોદરા,મહેસાણા, સુરેન્દ્રનગર અને સાબરકાંઠા, જૂનાગઢ,અમરેલી બેઠક પર ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

ભાજપે 26 ઉમેદવારોના નામ પર લગાવી મહોર
સીટ     ઉમેદવાર
કચ્છ - વિનોદ ચાવડા- રિપીટ
પાટણ - ભરતસિંહ ડાભી - રિપીટ
ગાંધીનગર - અમિત શાહ - રિપીટ
આણંદ - મિતેશ પટેલ - રિપીટ
ખેડા - દેવુસિંહ ચૌહાણ - રિપીટ
દાહોદ - જશવંત ભાભોર - રિપીટ
ભરૂચ - મનસુખ વસાવા - રિપીટ
બારડોલ - પ્રભુ વસાવા - રિપીટ
નવસારી - સી.આર.પાટીલ - રિપીટ
જામનગર - પુનમ માડમ - રિપીટ
અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ - રિપીટ
જૂનાગઢ રાજેશ ચૂડાસમા - રિપીટ
અમરેલી ભરત સુતરિયા - રિપીટ
બનાસકાંઠા - રેખાબેન ચૌધરી - નવા ઉમેદવાર
રાજકોટ - પુરષોત્તમ રૂપાલા - નવા ઉમેદવાર
પોરબંદર - મનસુખ માંડવિયા - નવા ઉમેદવાર
અમદાવાદ પશ્ચિમ - દિનેશ મકવાણા - નવા ઉમેદવાર
પંચમહાલ- રાજપાલસિંહ જાદવ - નવા ઉમેદવાર
છોટાઉદેપુર  જશુભાઇ રાઠવા - નવા ઉમેદવાર
વલસાડ   ધવલ પટેલ - નવા ઉમેદવાર
ભાવનગર નિમુબેન બાંભણિયા - નવા ઉમેદવાર
સુરત મુકેશ દલાલ - નવા ઉમેદવાર
મહેસાણા હરિભાઈ પટેલ - નવા ઉમેદવાર
સાબરકાંઠા શોભના બારૈયા - નવા ઉમેદવાર
વડોદરા ડૉ. હેમાંગ જોશી - નવા ઉમેદવાર
સુરેન્દ્રનગર ચંદુભાઈ શિહોરા - નવા ઉમેદવાર

ભાજપનો ટાર્ગેટ 26 બેઠકો જીતવાનો 

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીથી ભાજપ તમામ બેઠકો પર ક્લીન સ્વીપ કરી રહ્યું છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 15 અને કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી. કોંગ્રેસ અને AAP 2024ની લોકસભા ચૂંટણી માટે I.N.D.I.A ગઠબંધનમાં લડી રહ્યા છે. ગઠબંધનમાં કોંગ્રેસને 24 અને AAPને બે બેઠકો મળી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી છ અનામત છે. તેમાંથી ચાર બેઠકો અનુસૂચિત જાતિ (ST) માટે અને બે બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં અહીં હેટ્રીક ફટકારવા માગે છે તો કોંગ્રેસ અને આપ મળીને ભાજપની હેટ્રીકમાં ગાબડા પાડવા માગે છે.

  • Follow us on: